Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : America spent $26 billion in 2 weeks in the war against Iran, yet Trump said, "We benefit the most"

VIDEO: ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાએ 2 સપ્તાહમાં 26 અબજ ડોલર ફૂંક્યા, છતાં ટ્રમ્પે કહ્યું,- "અમને સૌથી વધુ ફાયદો"

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલનો પૂરવઠો ખોરવાઈ ગયો છે, જેના પગલે દુનિયાના અર્થતંત્રો ખોરવાઈ ગયા છે ત્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ યુદ્ધથી અમેરિકાને ફાયદો જ ફાયદો થયો હોવાનું કહીને નવો વિવાદ છેડયો છે. ટ્રમ્પે કહ્યું યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં ઉછાળો આવતા અમેરિકાને જ સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે. બીજીબાજુ ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાએ મિસાઈલો, ડ્રોન, બોમ્બ અને દારૂગોળા પાછળ ૧૩ દિવસમાં ૨૬ અબજ ડોલર ફૂંકી માર્યાની સંભાવના છે.

App Store

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધનો ૧૪મો દિવસ છે. આ યુદ્ધમાં બંને પક્ષો તરફથી સામ-સામે મિસાઈલો, બોમ્બ અને ડ્રોન હુમલા થઈ રહ્યા છે. આવા સમયે અમેરિકામાં ટ્રમ્પ સરકારે સંસદમાં જણાવ્યું છે કે ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને અત્યાર સુધીમાં ૧૧.૩ અબજ ડોલરનો ખર્ચ થયો છે.

મિસાઈલ અને ડ્રોન પાછળ અંદાજે 26 અબજ ડોલરનો ખર્ચ

અમેરિકન સંસદના સેનેટરો માટે થયેલી એક બંધ રૂમની બ્રિફિંગમાં જણાવાયું હતું કે, અમેરિકાએ યુદ્ધના શરૂઆતના બે દિવસમાં મિસાઈલ, ડ્રોન, બોમ્બ અને અન્ય દારૂગોળાના વપરાશમાં જ ૫.૬ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. છ દિવસમાં તેણે અંદાજે ૧૧.૩ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે જ્યારે યુદ્ધના ૧૩ દિવસમાં અમેરિકાને ઈરાન પર હુમલા કરવા અને તેના હુમલાથી બચવા માટે વપરાયેલા મિસાઈલ, ડ્રોન પાછળ અંદાજે ૨૬ અબજ ડોલરનો ખર્ચ થયો હોવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.

વ્હાઈટ હાઉસ કોંગ્રેસ પાસે કરી શકે છે વધુ ભંડોળની માંગણી

અમેરિકન સાંસદોને આશંકા છે કે વ્હાઈટ હાઉસ ટૂંક સમયમાં જ યુદ્ધ માટે વધુ ભંડોળની માગણી કરી શકે છે. વ્હાઈટ હાઉસ કોંગ્રેસ સામે અંદાજે ૫૦ અબજ ડોલરની ડિમાન્ડ કરી શકે છે. જોકે, ટ્રમ્પ સરકારે યુદ્ધ પર થયેલા ખર્ચા અંગે કોઈ ચોક્કસ માહિતી આપી નથી અને યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે પણ જણાવ્યું નથી.

જોકે, પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે જી-૭ દેશોના નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં દાવો કર્યો કે ઈરાન હવે સરેન્ડર કરવાની નજીક છે. ઈરાનની સ્થિતિ નબળી થઈ ગઈ છે અને યુદ્ધનું પરિણામ હવે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અમે બધા માટે મુશ્કેલી ઊભી કરનારા કેન્સરને ખતમ કરી નાંખ્યું છે. ઈરાનમાં અત્યારે કોઈ એવી વ્યક્તિ નથી જે સત્તાવાર રીતે આત્મસમર્પણની જાહેરાત કરી શકે. તેમણે ઈરાનના નેતાઓને 'ગાંડા ગુનેગાર' ગણાવ્યા હતા.

યુદ્ધના કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ

બીજીબાજુ આ યુદ્ધના કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના કારણે ક્રૂડના ભાવ ૧૦૦ ડોલરને પાર થઈ ગયા છે. આવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અસંવેદનશીલ અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટપોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું કે, યુદ્ધના કારણે અમેરિકાને ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. અમેરિકા દુનિયામાં સૌથી મોટો ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ છે, તેથી ઓઈલના ભાવ વધે છે તો દેશને વધુ કમાણી થાય છે. ઓઈલ મોંઘું થાય ત્યારે અમેરિકા જંગી કમાણી કરે છે. જોકે, તેમણે એમ પણ લખ્યું કે, તેમની પ્રાથમિક્તા ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવાની છે. ક્રૂડમાંથી કમાણી કરવાની નહીં. વિશ્વ શાંતિ માટે તેઓ ઈરાન પર દબાણ કરી રહ્યા છે.