Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : America outraged by the death of three of its citizens in Syria, bombs ISIS locations

સીરિયામાં પોતાના ત્રણ નાગરિકોના મોતથી રોષે ભરાયું અમેરિકા, ISISના ડઝનબંધ સ્થળો પર બોમ્બમારો

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સીરિયામાં પોતાના ત્રણ નાગરિકોના મોતથી રોષે ભરાયું અમેરિકા, ISISના ડઝનબંધ સ્થળો પર બોમ્બમારો
સોર્સ : gstv

સીરિયામાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં પોતાના સૈનિકો ગુમાવ્યા બાદ અમેરિકાએ કડક વળતો પ્રહાર કર્યો છે. શનિવારે અમેરિકી સેનાએ આતંકી સંગઠન 'ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઈરાક' (ISIS) ના ડઝનબંધ ઠેકાણાઓ પર બોમ્બમારો કરીને તેમને નેસ્તનાબૂદ કરી દીધા છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

ગયા અઠવાડિયે 13 ડિસેમ્બરના રોજ મધ્ય સીરિયાના પલ્માયરા (Palmyra) શહેરમાં અમેરિકી અને સીરિયન દળોના કાફલા પર એક ભયાનક હુમલો થયો હતો. આ હુમલામાં 2 અમેરિકી સૈનિકો અને 1 સિવિલિયન ઈન્ટરપ્રીટર (દુભાષિયો) ના મોત થયા હતા. અન્ય ૩ અમેરિકી સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ સીરિયન સુરક્ષા દળોનો જ સભ્ય હતો, જે કટ્ટરપંથી વિચારો ધરાવતો હતો અને તેની સામે બરતરફીની કાર્યવાહી થવાની હતી. જોકે ISIS એ સત્તાવાર રીતે જવાબદારી સ્વીકારી નથી, પરંતુ અમેરિકાએ તેને આ સંગઠન સાથે જોડાયેલું માનીને આકરી કાર્યવાહી કરી છે.

'ઓપરેશન હૉકઆઈ સ્ટ્રાઈક' (Operation Hawkeye Strike)

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સૈન્ય કાર્યવાહીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, "અમેરિકી સેનાએ પલ્માયરા હુમલાના જવાબમાં ISIS ના લડવૈયાઓ, તેમના બુનિયાદી માળખા અને હથિયારોના ડેપોને નષ્ટ કરવા માટે 'ઓપરેશન હૉકઆઈ સ્ટ્રાઈક' શરૂ કર્યું છે. અમે અમારા દુશ્મનોનો શિકાર કર્યો છે અને તેમાંથી અનેકને મારી નાખ્યા છે."

અમેરિકાની કડક ચેતવણી

રક્ષા મંત્રી હેગસેથે દુશ્મનોને લલકારતા અત્યંત કડક શબ્દોમાં કહ્યું કે "જો તમે દુનિયામાં ક્યાંય પણ અમેરિકનોને નિશાન બનાવશો, તો તમે તમારી બાકીની ટૂંકી જિંદગી એ ડરમાં વિતાવશો કે અમેરિકા તમારો પીછો કરશે, તમને શોધી કાઢશે અને નિર્દયતાથી મારી નાખશે."

સીરિયાની વર્તમાન સ્થિતિ

સીરિયામાં બશર અલ-અસદની સત્તાના પતન બાદ અમેરિકી દળો પરનો આ પહેલો મોટો જીવલેણ હુમલો છે. હાલમાં પણ સીરિયામાં સેંકડો અમેરિકી સૈનિકો તૈનાત છે, જેઓ ISIS ના બચેલા આતંકીઓનો સફાયો કરવા માટે ત્યાંની નવી વચગાળાની સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.

અમેરિકાના આ આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.