અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતાના રિપોર્ટમાં ભારતની છબી ખરડી, કહ્યું- મુસ્લિમોને મારવામાં આવ્યા, પૂજા સ્થાનો તોડવામાં આવ્યા
અમેરિકી સરકારી કમિશન ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના કથિત ઘટાડાને લઈને એક રિપોર્ટ જાહેર કરી રહ્યું છે,

અમેરિકી સરકારી કમિશન ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના કથિત ઘટાડાને લઈને એક રિપોર્ટ જાહેર કરી રહ્યું છે, જેમાં વરિષ્ઠ નીતિ વિશ્લેષક સેમા હસને લખ્યું છે કે ભારતમાં ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજા સ્થાનો પર હિંસક હુમલા થઈ રહ્યા છે. ધાર્મિક અશાંતિ ફેલાવવા માટે ખોટી માહિતી આપવામાં આવે છે.
ભારતના ખાસ મિત્ર અમેરિકાએ જ ઓક્યું ઝેર
આ સિવાય સૌથી ચોંકાવનારી વાત એ છે કે રિપોર્ટમાં મુસ્લિમ વિરોધી, વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગૌહત્યા વિરોધી કાયદાની વાત કરવામાં આવી છે. આ બધાને કારણે પંચે દેશને ધાર્મિક ભેદભાવ ધરાવતા દેશોની યાદીમાં નામાંકિત કરવાની વિનંતી કરી છે.
વાર્ષિક અહેવાલમાં USCIRF યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને વિનંતી કરી છે કે તે ધાર્મિક સ્તરે થઈ રહેલા ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને ભારતને વિશેષ ચિંતાના દેશ તરીકે સામેલ કરે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અમેરિકન કમિશને ભારત વિરુદ્ધ ધર્મ સાથે સંબંધિત આ પ્રકારનો રિપોર્ટ જારી કર્યો હોય. આ પહેલા પણ તેણે આવું કર્યું હતું. પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધોને કારણે જો બિડેન પ્રશાસને USCIRF દ્વારા કરવામાં આવેલી વિનંતીને સ્વીકારવાનું ટાળ્યું છે.






