યુદ્ધવિરામની ચર્ચા વચ્ચે ઈઝરાયેલે ગાઝાના રફાહમાં કર્યો હવાઈ હુમલો, 13ના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું નથી. ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર હવાઈ હુમલા કર્યાો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું નથી. ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર હવાઈ હુમલા કર્યાો છે. જેમાં 13 લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયેલના બોમ્બમારાથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો રફાહમાં આશ્રય લઈ રહ્યા છે. આ એરસ્ટ્રાઈક એવા સમયે કરવામાં આવી હતી જ્યારે ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામને લઈને ઈજિપ્ત દ્વારા આયોજિત હમાસ નેતાઓ સાથે સંભવિત ચર્ચા થઈ શકે છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગત 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઈઝરાયેલ પર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે.
ઇઝરાયલે હમાસના હુમલાનો જવાબ એવી રીતે આપ્યો કે ગાઝામાં એક-બે હજાર નહીં પરંતુ 34,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા. મૃત્યુ પામેલા લોકોમાં 70 ટકા મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.






