Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : A major turning point in US-Iran talks: From nuclear inspections to Hormuz, Trump's claims, Iran's denials

અમેરિકા–ઈરાન વાતચીતમાં મોટો વળાંક: ન્યુક્લિયર ઈન્સ્પેક્શનથી લઈને હોર્મુઝ સુધી ટ્રમ્પના દાવાઓ, ઈરાનનો ઇનકાર

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા–ઈરાન વાતચીતમાં મોટો વળાંક: ન્યુક્લિયર ઈન્સ્પેક્શનથી લઈને હોર્મુઝ સુધી ટ્રમ્પના દાવાઓ, ઈરાનનો ઇનકાર
સોર્સ : GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત દરમિયાન પરમાણુ મથકોના નિરીક્ષણ અને હોર્મુઝ જળમાર્ગને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની ડીલમાં 'ન્યુક્લિયર ઈમાનદારી' હોવાનો દાવો કર્યો છે, જ્યારે બીજી તરફ ઈરાને અમેરિકાના દાવાઓથી વિપરીત નિવેદન આપ્યું છે.

App Store

પરમાણુ મથકોના નિરીક્ષણ પર ટ્રમ્પનો દાવ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) દાવો કર્યો છે કે, ઈરાન લાંબા સમય સુધી પોતાના પરમાણુ કેન્દ્રો પર ન્યુક્લિયર ઈન્સ્પેક્શન માટે સહમત થઈ ગયું છે. આ સહમતિ સૌથી ઉચ્ચ સ્તરની તપાસ માટે થઈ છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનની આ સહમતિ વાતચીત આગળ વધારવા માટેની મુખ્ય શરત હતી અને જો ઈરાને આ માંગ ઠુકરાવી હોત, તો આગળ કોઈ ચર્ચા ન થઈ હોત. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ઈરાન લાંબા સમય સુધી ન્યુક્લિયર ઈન્સ્પેક્શનના સૌથી ઊંચા સ્તર માટે સંમત થયું છે, જેથી ન્યુક્લિયર ઈમાનદારી નક્કી થશે.’

ઈરાને અમેરિકાના દાવાને નકાર્યો

ટ્રમ્પનો દાવો સામે આવતા ઈરાને વળતો જવાબ આપ્યો છે. ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે, ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના ઈન્સ્પેક્ટરો માટે હાલમાં કોઈ શિડ્યુલ નક્કી નથી. તેહરાનમાં પત્રકાર પરિષદ દરમિયાન પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું કે, અમેરિકાએ ભૂતકાળમાં જે પરમાણુ મથકો પર બોમ્બમારો કર્યો હતો, ત્યાં IAEAના ઈન્સ્પેક્ટરોના પ્રવાસનો કોઈ કાર્યક્રમ નથી. આ નિવેદન અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સના તે દાવાથી તદ્દન ઉલટું છે, જેમાં તેમણે સ્વિટ્ઝરલેન્ડની વાતચીતમાં IAEAના પ્રવાસ પર સહમતિ બની હોવાનું કહ્યું હતું.

‘...તો હોર્મુઝની નાકેબંધી કરાશે’

ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝને ખુલ્લો રાખશે અને હાલમાં કોઈ નૌસેના નાકેબંધી કરવામાં આવશે નહીં. ઈરાન સાથેની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે, તેમણે ચેતવણી પણ આપી છે કે, અમેરિકી નૌસેના તે વિસ્તારમાં તૈનાત રહેશે અને જો જરૂર પડશે તો નાકેબંધી તાત્કાલિક ફરી લાગુ કરી દેવાશે.

અમેરિકા નાણાં સીધા ઈરાનને નહીં આપે, પણ પોતે વહીવટ કરશે

ઈરાન પરના પ્રતિબંધોમાં ઢીલ આપવા અંગે ટ્રમ્પે નવી વ્યવસ્થાની જાહેરાત કરી છે. અમેરિકી ટ્રેઝરીમાંથી જાહેર થનારા નાણાં સીધા ઈરાનને આપવાને બદલે એક એસ્ક્રો એકાઉન્ટમાં રાખવામાં આવશે, જેનું નિયંત્રણ અમેરિકી પ્રશાસન કરશે. આ નાણાંનો ઉપયોગ માત્ર અમેરિકી ઉત્પાદકો પાસેથી મકાઈ, ઘઉં અને સોયાબીન જેવી ખાદ્યસામગ્રી તથા મેડિકલ સપ્લાય ખરીદવા માટે જ કરી શકાશે. ટ્રમ્પે આ વ્યવસ્થાને એક માનવીય પગલું ગણાવ્યું છે.