Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : nasa satellite warns strong el nino activating in pacific ocean posing major threat to india

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક 'અલ નીનો' સક્રિય, ભારત પર મોટું સંકટ

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક 'અલ નીનો' સક્રિય, ભારત પર મોટું સંકટ
સોર્સ : GSTV

NASA Satellite Warns Strong El Nino: અમેરિકી અંતરિક્ષ એજન્સી 'નાસા' (NASA)ના સેટેલાઇટ ડેટા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં એક અત્યંત શક્તિશાળી 'અલ નીનો' (El Nino) સક્રિય થઈ રહ્યો છે. નાસાના સેન્ટિનલ-6 માઈકલ ફ્રેલિચ સેટેલાઈટે નોંધ્યું છે કે, ભૂમધ્ય રેખા નજીક સમુદ્રની સપાટી સામાન્ય કરતાં ઘણી ઊંચી છે, જે દર્શાવે છે કે, સમુદ્રની નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે. આ વૈશ્વિક હવામાન પરિવર્તનની સીધી અસર ભારતના ચોમાસા અને અર્થતંત્ર પર પડી શકે છે.

App Store

1997ના 'ગોડઝિલા અલ નીનો' જેવી સ્થિતિ

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગરની સ્થિતિ વર્ષ 1997માં આવેલા ભયાનક અલ નીનો જેવી જ છે, જેને 'ગોડઝિલા અલ નીનો' નામ આપવામાં આવ્યું હતું. નાસાની લેબે 8 જૂનની સ્થિતિનો એક નકશો જાહેર કર્યો છે, જેમાં લાલ રંગ દરિયાની સપાટીમાં થયેલો જોખમી વધારો દર્શાવે છે. આ આબોહવા પરિવર્તન આગામી સમયમાં વિશ્વભરમાં મોટો પ્રભાવ પાડી શકે છે.

ભારતની 4 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી પર ખતરો

આ અલ નીનોને કારણે આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં મોટો વધારો થશે અને વરસાદની પેટર્ન બદલાઈ જશે. હવામાન સંગઠનોનું માનવું છે કે, આ છેલ્લા 150 વર્ષમાં સૌથી મજબૂત અલ નીનો હોઈ શકે છે. જો આના કારણે ભારતનું ચોમાસું નબળું પડશે, તો દેશના કૃષિ ક્ષેત્ર અને આશરે 4 ટ્રિલિયન ડોલરની ભારતીય અર્થવ્યવસ્થા પર તેની ગંભીર નકારાત્મક અસરો જોવા મળી શકે છે.