VIDEO: બાંગ્લાદેશમાં ભૂસ્ખલનથી 8 બાળકોના મોત
સોર્સ : gstv
બાંગ્લાદેશના કોક્સ બજારના ઉખિયા ઉપજિલ્લામાં રોહિંગ્યા કેમ્પમાં ભૂસ્ખલન થયું છે. કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ બાદ આ ભૂસ્ખલનની લપેટમાં એક મદરેસો આવી ગયો, જેના કારણે આઠ બાળકોના મોત થયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી કેમ્પના એક મદરેસામાં ભારે ચોમાસાના વરસાદને કારણે ભૂસ્ખલન થયું, જેમાં આઠ બાળકોના મોત થયા અને અન્ય પાંચ ઘાયલ થયા. બચાવકર્મીઓએ મદરેસામાંથી ૧૩ બાળકોને બહાર કાઢ્યા છે, જેમાંથી આઠના મોત થયા છે, જ્યારે બાકીના બાળકોને સારવાર માટે કેમ્પમાં બનેલી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

