Video: સ્પેનમાં ટ્રેન અકસ્માતમાં 68નાં મોત, 80 ઘાયલ

મધ્ય સ્પેનના એન્ડાલુસિયા વિસ્તારમાં બુધવારે બે હાઇસ્પીડ ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાતા 68 લોકોનાં મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક હાઇસ્પીડ ટ્રેન પાટા પર રોકાયેલી બીજી ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાતાં બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ઇમરજન્સી સેવાઓ દોડી આવી હતી અને મુસાફરોને ક્ષતિગ્રસ્ત ડબ્બામાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રેનના ડબ્બાઓને ભારે નુકસાન થયું હતું અને કેટલીક બોગીઓ એકબીજા પર ચઢી ગઈ હતી. અકસ્માતને પગલે મેડ્રિડ અને એન્ડાલુસિયા વચ્ચેનો ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. સત્તાવાળાઓ અકસ્માતનું ચોક્કસ કારણ અને જાનહાનિ અંગેની વિગતો મેળવવા તપાસ કરી રહ્યા છે.





