મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સ્પેનમાં ભયાનક ટ્રેન અકસ્માત: બે હાઇસ્પીડ ટ્રેનો અથડાતાં 46નાં મોત, સેંકડો ઘાયલ

સ્પેનમાં ભયાનક ટ્રેન અકસ્માત: બે હાઇસ્પીડ ટ્રેનો અથડાતાં 46નાં મોત, સેંકડો ઘાયલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સ્પેનમાં બે હાઇસ્પીડ ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતાં ઓછામાં ઓછા 46 લોકોનાં મોત થયાં હોવાનો અહેવાલ છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. બુધવારે સવારે લગભગ 9 વાગ્યે સ્પેનના એન્ડાલુસિયા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગે અથડાઈ

મળતી માહિતી મુજબ, રેનફે અને ઇરિયો ટ્રેન કંપનીની હાઇસ્પીડ ટ્રેનો મેડ્રિડ તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાતાં અનેક બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસાન્તની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલીક બોગીઓ એકબીજા પર ચઢી ગઈ હતી. ટ્રેનના ધાતુના પતરાં વળી ગયા હતા, પેનલો તૂટી ગઈ હતી અને બોગીઓના અવશેષો રેલવે ટ્રેકની બંને બાજુએ વિખરાઈ ગયા હતા.

ઇમર્જન્સી ટીમો દ્વારા બચાવ કામગીરી

અકસાન્તની જાણ થતાં જ ઇમર્જન્સી સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવકર્મીઓએ ક્ષતિગ્રસ્ત બોગીઓમાંથી મુસાફરોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડ્યા હતા. અધિકારીઓ દ્વારા મૃતકો અને ઘાયલોની સંખ્યા તથા નુકસાનની વિગતો એકત્રિત કરવામાં આવી રહી હતી.

ટ્રેન વ્યવહાર ખોરવાયો, તપાસ શરૂ

અકસાન્ત બાદ મેડ્રિડ અને એન્ડાલુસિયા વચ્ચેનો ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. બંને ટ્રેન કંપનીઓએ પણ તેમની હાઇસ્પીડ ટ્રેનોની સેવા અસ્થાયી રીતે સ્થગિત કરી હતી. સત્તાવાળાઓ અકસ્માતનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્પેનમાં અગાઉ પણ ટોલેડો નજીક ઉર્દા વિસ્તારમાં ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં 39 લોકોનાં મોત થયાં હતાં.

આ સમાચાર શેર કરો