દક્ષિણ કોરિયા/ લિથિયમ બેટરી પ્લાન્ટમાં આગ લાગતા 20 લોકોના મોત
દક્ષિણ કોરિયાના પાટનગર સિયોલ પાસે એક બેટરી બનાવતી કંપનીમાં આગ લાગતા ફેક્ટરીની અંદરથી 20 શબ મળ્યા છે. 23 લ

દક્ષિણ કોરિયાના પાટનગર સિયોલ પાસે એક બેટરી બનાવતી કંપનીમાં આગ લાગતા ફેક્ટરીની અંદરથી 20 શબ મળ્યા છે. 23 લોકો હજુ પણ લાપતા છે જેમની તપાસ ચાલુ છે. મૃતકોનો આંકડો વધી શકે છે. કેટલા લોકો ફરજ પર હતા તેની જાણકારી મળી નથી. ફરજ સાથે જોડાયેલા રજિસ્ટર આગમાં બળીને ખાખ થઇ ગયું હતું. આગ લાગ્યા બાદ રવિવારે એક વ્યક્તિનો શબ મળ્યો હતો જ્યારે ત્રણ ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી અનુસાર, સિયોલથી 45 કિલોમીટર દક્ષિણ સ્થિત હ્યાસોંગમાં લિથિયમ બેટરી બનાવતી એરિસેલના પ્લાન્ટમાં રવિવાર સવારે આગ લાગી હતી. બપોરે 3 વાગ્યા સુધી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ સોમવારે પણ ફાયર વિભાગના કર્મી આગને ઓલવતા જોવા મળ્યા હતા. દક્ષિણ કોરિયા ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે 23 લાપતા લોકોમાંથી 20 વિદેશી નાગરિક છે જેમાં ચીની નાગરિક પણ સામેલ છે.
આગ લાગ્યા બાદ બેટરીમાં થતા હતા વિસ્ફોટ
શરૂઆતની તપાસમાં ખબર પડી કે પહેલા આગ ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી હતી જે 23 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલી હતી. કહેવામાં આવે છે કે આગ ઓલવવા માટે ફાયર વિભાગે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે બેટરીમાં વિસ્ફોટ થતા હતા.






