મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

પેકેટ ખોલ્યુ અને બ્લુબેરી ખાઈ ગયો; ઓનલાઇન સામાન મંગાવતા પહેલા જુઓ આ વીડિયો

સોશિયલ મીડિયા પર ફૂડ ડિલિવરીને લઈને અવારનવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ કેટલીકવાર અમુક વીડિય

સોશિયલ મીડિયા પર ફૂડ ડિલિવરીને લઈને અવારનવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ કેટલીકવાર અમુક વીડિયો તમને ચોંકાવી દે છે. હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં ડિલિવરી બોય ઓર્ડર કરેલી બ્લૂબેરીનું પેકેટ ખોલીને ખાતો જોવા મળી રહ્યો છે.

જો તમે પણ ઓનલાઇન કે ઇન્સ્ટન્ટ ફૂડ ડિલિવરી એપ દ્વારા સામાન મંગાવો છો, તો આ વીડિયો તમારા માટે જ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ડિલિવરી બોયે સ્ટોર પરથી સામાન લીધા બાદ તેને ત્યાં જ ખોલીને ખાઈ લીધો અને બાકી વધેલો સામાન પેક કરીને ડિલિવરી માટે મોકલી દીધો. ત્યાં હાજર અન્ય ડિલિવરી બોય્સે આનો વીડિયો બનાવ્યો હોવા છતાં તે આ હરકત કરતો રહ્યો. વીડિયો જોયા બાદ લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

જે લોકો નિયમિતપણે ખાવા-પીવાનો સામાન ઓનલાઇન મંગાવે છે, તેમના માટે આ ચિંતાનો વિષય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઓનલાઇન ડિલિવરી કંપનીના સ્ટોરની બહાર એક ડિલિવરી પાર્ટનર પોતાના બેગમાંથી બ્લૂબેરી કાઢીને ખાતો દેખાય છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ એ જ બ્લૂબેરી છે જે ગ્રાહક સુધી પહોંચાડવાની હતી. વીડિયોમાં તે ખૂબ જ આરામથી પોતાના થેલામાંથી પેકેટ કાઢે છે, તેમાંથી થોડી બ્લૂબેરી ખાય છે અને પછી પેકેટને ફરીથી તેમ જ મૂકી દે છે.

ડિલિવરી બોયની આ હરકત કેમેરામેને રેકોર્ડ કરી લીધી હતી. એટલું જ નહીં, કેમેરામેન કંપનીના સ્ટોરની અંદર જઈને પણ વીડિયો રેકોર્ડ કરે છે અને જ્યારે બહાર આવે છે ત્યારે પણ ડિલિવરી બોય કેમેરા સામે પોઝ આપવા લાગે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સનો ગુસ્સો વધી રહ્યો છે.

આ વીડિયો અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "બિચારાને ભૂખ લાગી હશે એટલે ખાઈ લીધું." જ્યારે બીજા યુઝરે લખ્યું, "ડિલિવરી બોયની આ હરકતે ગ્રાહકોનો ભરોસો તોડી નાખ્યો છે."

આ સમાચાર શેર કરો