જેના છૂટાછેડાનો કેસ લડી રહી હતી મહિલા વકીલ, એ જ પુરુષ સાથે બનાવ્યા સંબંધઃ SCની ચેતવણી
સુપ્રીમ કોર્ટે મહિલા વકીલ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસમાં એક પુરુષને આગોતરા જામીન આપ્યા છે. સુ

સુપ્રીમ કોર્ટે મહિલા વકીલ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસમાં એક પુરુષને આગોતરા જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મહિલા વકીલને ઠપકો આપતા કહ્યું કે, એક વકીલ તરીકે આ તમારું કેવું વર્તન છે? તમે જે પુરુષના છૂટાછેડાનો કેસ સંભાળી રહ્યા હતા તેની સાથે જ તમે સંબંધો બનાવી લીધા. એક રિપોર્ટ મુજબ ન્યાયાધીશ બી.વી. નાગરત્નાની આગેવાની હેઠળની બેન્ચે શરૂઆતમાં મહિલા વકીલને ઠપકો આપ્યો હતો અને એક ક્લાયન્ટ સાથે ઘનિષ્ઠ સંબંધ રાખવા બદલ વકીલ તરીકેના તેમના વર્તન પર સવાલ ઉઠાવ્યા હતા. ખાસ કરીને જ્યારે તે તેને છૂટાછેડા મેળવવામાં મદદ કરી રહી હતી.
આ રસપ્રદ કેસમાં કોર્ટે આરોપીને આગોતરા જામીન આપ્યા હતા. આરોપી પુરુષ હાલમાં લંડનમાં રહે છે. બેન્ચે કહ્યું કે, જો તે ભારત પાછો ફરે તો તેને ધરપકડથી સુરક્ષિત રાખવામાં આવશે. કોર્ટે મહિલા વકીલને પણ સવાલ કર્યો કે, પોતાના ક્લાયન્ટ સાથે આવા ઘનિષ્ઠ સંબંધ કેમ હતા. "તમારે આ ગડબડમાં પડવાની જરૂર કેમ પડી?" બેન્ચે એમ પણ કહ્યું હતું કે બંને વચ્ચે જે સંબંધ બન્યો હતો તે સંમતિથી હતો. બંનેમાંથી કોઈ એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર નહોતા. તો પછી આવું કેમ કરવામાં આવ્યું? બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે મહિલા વકીલની ફોજદારી ફરિયાદ પાયાવિહોણી હતી.
બેન્ચે મહિલા વકીલને કહ્યું કે, તમારી પાસેથી વ્યાવસાયિક જવાબદારી અને ગૌરવની અપેક્ષા રાખવામાં આવે છે. તમે એક પુરુષને છૂટાછેડા મેળવવામાં મદદ કરી રહ્યા હતા, અને તેની સાથે જ તમારા અંતરંગ સંબંધો બની ગયા.આ પરિસ્થિતિ પણ ત્યારે જ બની જ્યારે વ્યક્તિને પત્નીથી છૂટાછેડા મળ્યા નહોતા અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટે કહ્યું કે, અમે કલ્પના પણ કરી શકતા નથી કે કોઈ વકીલ સાથે આવું થાય.
પુરુષના વકીલે કહ્યું કે, તેણીએ ચાર લોકો સામે જાતીય સતામણીના આરોપો દાખલ કર્યા છે.
આરોપીના વકીલે કહ્યું કે, મહિલા વકીલે અત્યાર સુધીમાં ચાર લોકો સામે જાતીય સતામણીના કેસ દાખલ કર્યા છે. બોમ્બે હાઈકોર્ટે પણ તેના વર્તન પર સવાલ ઉઠાવતા તપાસની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તે એક વકીલ છે અને તેને ખબર હોવી જોઈએ કે છૂટાછેડા વિના તે કોઈની સાથે લગ્ન ન કરી શકાય. તમે એક વકીલ છો, અશિક્ષિત મહિલા નથી.








