'ખેંચશે તો પણ નહીં ફાટે', Bigg Boss સ્પર્ધક તાન્યા મિત્તલની ફેક્ટરીમાં કેવી રીતે થાય છે 'કોન્ડોમ'નું ટેસ્ટિંગ
સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી ટીવી શો બિગ બોસ 19 માં સ્પર્ધક રહી ચૂકેલી તાન્યા મિત્તલે દુનિયાને

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી ટીવી શો બિગ બોસ 19 માં સ્પર્ધક રહી ચૂકેલી તાન્યા મિત્તલે દુનિયાને પોતાની ફેક્ટરી બતાવીને સાબિત કરી દીધું છે કે તે ખોટું નહોતી બોલતી. તાન્યા મિત્તલે તેની કોન્ડોમ ફેક્ટરી બતાવીને કહ્યું કે તેનું ટેસ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે. વાતચીતમાં તાન્યા મિત્તલે બિગ બોસના ઘરમાં જૂઠું બોલવા અને ડોળ કરવાના વારંવારના આરોપોનો પણ જવાબ આપ્યો અને સલમાન ખાનના હોસ્ટિંગ ઉપર સવાલ ઉઠાવ્યા.
સલમાન ખાન કોન્ડોમ તોડી શકશે નહીં
ખાનગી ચેનલમાં વાતચીત કરતાં તાન્યા મિત્તલે ખુલાસો કર્યો કે, તેની કોન્ડોમ ફેક્ટરીની મશીનરી વિદેશથી આયાત કરવામાં આવે છે જેથી ખાતરી કરી શકાય કે પરીક્ષણ આંતરરાષ્ટ્રીય ધોરણોને માનકોને પૂરા કરે છે. તાન્યાએ સ્વીકાર્યું કે ભારત જેવા દેશમાં આ ક્ષેત્રમાં કામ કરવું એ એક બોલ્ડ નિર્ણય હતો, જેના માટે તેણીને ભારે ટ્રોલ પણ કરવામાં આવી હતી. કોન્ડોમ પરીક્ષણ અંગે તાન્યા મિત્તલે કહ્યું કે તેના કોન્ડોમ એટલા મજબૂત અને પરીક્ષણ કરાયેલા છે કે જો સલમાન ખાન તેને ખેંચવાનો પ્રયાસ કરે તો પણ તે તૂટશે નહીં.
ફેક્ટરીમાં કોન્ડોમ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે
તાન્યા મિત્તલે સમજાવ્યું કે ફેક્ટરીમાં ઇલેક્ટ્રોનિક પરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોન્ડોમને મશીન પર ગોઠવીને તેની મહત્તમ ક્ષમતા સુધી પહોંચે ત્યાં સુધી ફુલાવવામાં આવે છે. તાન્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સલામતી સુનિશ્ચિત કરવા માટે દરેક બેચનું સખત પરીક્ષણ કરવામાં આવે છે. બિગ બોસના ઘરમાં તાન્યાએ તેની માલિકીની તમામ પ્રકારની ફેક્ટરીઓ બતાવી હતી. પરંતુ તેણે પબ્લિકને પોતાની જે ફેક્ટરી સૌથી પહેલા બતાવી છે . જેમાં સેક્સટોયઝ પણ બની રહ્યા છે.
સલમાનના હોસ્ટિંગ વિશે સવાલો
તાન્યા મિત્તલે વાતચીત દરમિયાન સલમાન ખાન વિશે સકારાત્મક વાત કરતા તેમના પણ સવાલો ઉાવ્યા. તાન્યાએ કહ્યું કે, તે મારું સત્ય જાણતા નહોતા એટલે મને સતત અપમાનિત કરતા હતા. ઘરની અંદર છ દિવસ સુધી મને ત્રાસ અપાયો. પછી સપ્તાહના અંતે આવેલા માણસે મને વધુ હેરાન કરી. તે મને સતત ચીડવતો હતો. જણાવી દઈએ કે, તાન્યા મિત્તલનું નિશાન સીધું સલમાન ખાન તરફ હતું.








