VIDEO:ગ્રાહકોનું સોનું વેચી લાખોની છેતરપિંડી
વડોદરાના સાવલી તાલુકાના ડેસરમાં સોની વેપારી સંજય સોની દ્વારા ગ્રાહકો સાથે મોટાપાયે છેતરપિંડીનો મામલો સામે આવ્યો

વડોદરાના સાવલી તાલુકાના ડેસરમાં સોની વેપારી સંજય સોની દ્વારા ગ્રાહકો સાથે મોટાપાયે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.ગ્રાહકોએ પોતાના સોનામાંથી ઘરેણાં બનાવવા આપેલા સોનાને વેપારીએ વેચીને રૂપિયા અંકે કરી લીધા હોવાનો આક્ષેપ છે. એક ગ્રાહકની ફરિયાદ બાદ ડેસર પોલીસ મથકે સોની વિરુદ્ધ ૧૦થી વધુ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે.પોલીસે મોડી સંજય સોનીની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં જુના ભાવ પ્રમાણે ૧૩ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. અનેક ગ્રાહકો હજુ પોતાનું સોનું પાછું મેળવવાની રાહ જોઈ રહ્યા છે. આ ઘટનાથી તાલુકામાં ચકચાર જામી છે.




