VIDEO: વડોદરાના વોર્ડ નંબર-14ના ચંદ્રપ્રભાનગર વિસ્તારમાં 15 દિવસથી પાણીની અછત
સોર્સ : GSTV
વડોદરાના વોર્ડ નંબર-14ના ચંદ્રપ્રભાનગર વિસ્તારમાં 15 દિવસથી પાણીની અછતની સમસ્યા છે. વડોદરા મહાનગરપાલિકા તંત્ર વિકાસના બણગા ફૂંકે છે, ત્યારે ગ્રાઉન્ડ લેવલે પાણી પુરવઠો નહિ મળતાં સ્થાનિક રહીશો ત્રસ્ત બન્યા છે.સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે સ્વખર્ચે પાણીની ટેન્કર મંગાવીને જાતે હંકારીને વિસ્તારના લોકોને પાણી પૂરું પાડ્યું હતું. આ ઘટનાએ રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે વહીવટી તંત્રની નિષ્ફળતાના આક્ષેપ કર્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે..

