Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Condom came out of fried chicken, couple got angry after seeing it, claim ₹12.5 crore against restaurant

ફ્રાઈડ ચિકનમાંથી નીકળ્યું કોન્ડોમ, જોતાં જ દંપતીનો ગયો પિત્તો, રેસ્ટોરન્ટ સામે ₹૧૨.૫ કરોડનો દાવો

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ફ્રાઈડ ચિકનમાંથી નીકળ્યું કોન્ડોમ, જોતાં જ દંપતીનો ગયો પિત્તો, રેસ્ટોરન્ટ સામે ₹૧૨.૫ કરોડનો દાવો
સોર્સ : gstv

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન (Houston, Texas) શહેરમાં એક જાણીતી ફાસ્ટ-ફૂડ ચેઇન રેસ્ટોરન્ટ 'પોપાઇઝ' (Popeyes) સામે ૧૨.૫ કરોડ રૂપિયા ($1.5 Million) ના નુકસાન ભરપાઈનો દાવો (Lawsuit) કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. એક દંપતીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમણે ઓર્ડર કરેલા ફ્રાઇડ ચિકન (Fried Chicken) ના પીસમાંથી કોન્ડોમ જેવી દેખાતી વસ્તુ નીકળી હતી.

App Store

જસ્ટિન હોવર્ડ (Justin Howard) અને ડેનિયલ મૅકકિનન (Danielle Mackinnon) નામના દંપતીએ ૩ ઓગસ્ટના રોજ હેરિસ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ (Harris County District Court) માં આ કેસ નોંધાવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના ૨૫ જુલાઈના રોજ સાઉથ સેમ હ્યુસ્ટન પાર્કવે વેસ્ટ સ્થિત આઉટલેટ પર બની હતી.

ખાવાનું અધવચ્ચે જ છોડી દીધું, ઊલટી જેવું લાગવા માંડ્યું

અરજીમાં જણાવ્યા અનુસાર, જસ્ટિન હોવર્ડે જેમ ચિકનનો એક ટુકડો મોંમાં મૂકવા માટે કાપ્યો, કે તરત જ તેમને તેની અંદર રબર જેવી પદાર્થની વસ્તુ જોવા મળી, જે પ્રથમ નજરે કોન્ડોમ જેવી દેખાતી હતી. આ જોતાં જ દંપતી ચોંકી ગયું હતું અને તેમણે તરત જ ખાવાનું બંધ કરી દીધું હતું.

દંપતીએ જણાવ્યું કે આ દ્રશ્ય જોયા પછી બંનેને ઊબકા અને ઊલટી (Nausea and Vomiting) થવા લાગી હતી. તેમને ડર હતો કે તેમણે દૂષિત ખોરાક (Contaminated Food) તો નથી ખાધો ને? તેમને એ ખબર પડી રહી નહોતી કે તે વસ્તુ વાસ્તવમાં શું હતી, તે કેટલા સમયથી ત્યાં હતી અને ઓર્ડરના બાકીના ખોરાક પર તેની શું અસર થઈ હતી.

રેસ્ટોરન્ટ કર્મચારીઓ પર મજાક ઉડાવવાનો આક્ષેપ

આ કેસમાં પોપાઇઝની પેરન્ટ કંપની 'રેસ્ટોરેન્ટ બ્રાન્ડ્સ ઇન્ટરનેશનલ' (Restaurant Brands International), 'પોપાઇઝ લુઇસિયાના કિચન' અને ફ્રેન્ચાઇઝી ઓપરેટર 'આમાના બિઝનેસિસ' ને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. દંપતીએ બેદરકારી (Negligence), અસુરક્ષિત ફૂડ હેન્ડલિંગ (Unsafe Food Handling) અને ટેક્સાસના ગ્રાહક સુરક્ષા કાયદાના ઉલ્લંઘન (Consumer Protection Law Violation) સહિતના આક્ષેપો મૂક્યા છે.

મામલો ત્યારે વધુ વણસ્યો જ્યારે દંપતી ફરિયાદ લઈને આઉટલેટ પર પાછું પહોંચ્યું. અરજી મુજબ, ત્યાંના સ્ટાફે ગંભીરતા દાખવવાને બદલે તેમની મજાક ઉડાવી હતી (Mocked the Complaint). રિફંડ (Refund) અને તપાસના બદલે કર્મચારીઓ વારંવાર ચિકન બદલીને નવો ઓર્ડર આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભારે દબાણ બાદ તેમને પૈસા પરત કરવામાં આવ્યા હતા.

કમ્યુનિટી એક્ટિવિસ્ટ્સ પણ મેદાનમાં આવ્યા

આ ઘટના બાદ હ્યુસ્ટનના સ્થાનિક સામાજિક કાર્યકરો (Community Activists) કૅન્ડિસ મૅથ્યુઝ અને ક્વાનેલ એક્સ આઉટલેટ પર પહોંચ્યા હતા. તેમણે મેનેજમેન્ટ પાસે કડક તપાસની માંગ કરી હતી અને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તે આઉટલેટ પર ચિકનનું વેચાણ અટકાવવાની (Stop Sales) અપીલ કરી હતી.