Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Share Market Today: 'Black Friday' in the stock market: Sensex falls 1048 points, investors lose Rs 6 lakh crore due to crash in IT stocks

Share Market Today: શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 1048 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં કડાકાથી રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Share Market Today: શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 1048 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં કડાકાથી રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા
સોર્સ : GSTV

Share Market Today: શુક્રવારે વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર પણ સ્પષ્ટ જોવા મળી હતી. ટેક શેરોમાં ભારે વેચવાલીથી રોકાણકારો નબળા પડ્યા હતા અને મુખ્ય સૂચકાંકો સતત બીજા દિવસે લાલ નિશાનમાં ટ્રેડ થતા દેખાયા હતા. જેના કારણે નિફ્ટી 25,00ની મહત્ત્વની સપાટીથી નીચે ઉતરી ગયો હતો. સૌથી મોટી ચિંતા એ હતી કે બજાર તેના દિવસના નીચા સ્તરે બરાબર બંધ થયું, જે સ્પષ્ટપણે નબળા સેન્ટિમેન્ટ તરફ ઈશારો કરે છે.

App Store

શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો જેમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 772 પોઈન્ટ ઘટીને 82,902 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 236 પોઇન્ટ ઘટીને 25,571 પર ખુલ્યો હતો. આઇટી શેરોમાં નરમાઈના કારણે બજાર દબાણમાં આવ્યું હતું. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નવા મોડેલ્સના લોન્ચિંગથી આઈટી કંપનીઓના નિયમિત વ્યવસાય પર સંકટના વાદળો ઘેરાયા છે, તેથી રોકાણકારો વૈશ્વિક બજારો સહિત ભારતીય બજારોમાં આઇટી શેરોમાં વેચવાલી કરી રહ્યા છે.

બપોરે 1:00 વાગ્યાની આસપાસ, નિફ્ટી 50.1 ટકા એટલે કે 258.35 પોઈન્ટ ઘટીને 25,548.15 પર ટ્રેડ થતો જોવા મળ્યો. આ દરમિયાન, સેન્સેક્સ 0.99 ટકા અથવા 827.29 પોઈન્ટ ઘટીને 82,847.63 પર બંધ રહ્યો. સેન્સેક્સના ૩૦ માંથી 29 શેર નબળા હતા. નિફ્ટીના 50માંથી 44 શેર ઘટ્યા હતાં. સૌથી વધુ દબાણ આઈટી સેક્ટરમાં જોવા મળ્યું. ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડાએ બજારની ચાલને વધુ નબળી બનાવી. આ ઉપરાંત, હિન્દુસ્તાન યુનિલિવર, ટ્રેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, એનટીપીસી, ટાઇટન કંપની, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, ઈન્ટરગ્લોબ એવિએશન અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેવા દિગ્ગજ શેરો પણ દબાણ હેઠળ હતા.

બ્રોડર માર્કેટમાં દબાણ પણ સ્પષ્ટ દેખાતું હતું. નિફ્ટી સ્મોલકેપ 100 2 ટકાની નજીક અને નિફ્ટી મિડકેપ 100 1.8 ટકાની નજીક તૂટ્યો. બજાર પહોળાઈ સ્પષ્ટપણે નકારાત્મક હતી. લગભગ 948 શેર વધ્યા હતા, જ્યારે 2,561 શેર ઘટીને બંધ થયા હતા.

જોકે, આ ઘટાડાભર્યા વાતાવરણમાં બજાજ ફાઇનાન્સે મજબૂતી દર્શાવી. તેના શેર લગભગ 1.37 ટકા વધ્યા અને તે સેન્સેક્સનો એકમાત્ર શેર હતો જે લીલા નિશાનમાં ટ્રેડ થયો. ક્ષેત્રીય કામગીરીની દ્રષ્ટિએ, આઇટી ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. નિફ્ટી આઇટી ઈન્ડેક્સ લગભગ 5 ટકા ઘટ્યો હતો. ઈન્ફોસિસ 5.6 ટકા નબળો પડ્યો હતો, જ્યારે ટીસીએસ એચસીએલ ટેક, એલટીઆઇ માઈન્ડ ટ્રી, કોફોર્જ અને વિપ્રો પણ દબાણ હેઠળ હતા.

સેક્ટરની રીતે જોવામાં આવે તો આજ બજારમાં એક પણ સેક્ટર લીલા નીશાનમાં ન રહ્યું. બધા સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. મેટલ અને કેપિટલ ગૂડ્સ બજારના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું. તે સ્પષ્ટ છે કે રોકાણકારો હાલ જોખમ લેવાથી દૂર રહ્યા છે અને ચોતરફી પ્રોફિટ બુકિંગ હાવી રહ્યું છે. .આ ઉપરાંત, મેટલ સેક્ટરમાં 2 ટકાનો ઘટાડો થયો હતો. મીડિયા ઇન્ડેક્સ 1 ટકા અને એફએમસીજી સેક્ટરમાં લગભગ 0.8 ટકાનો ઘટાડો થયો હતો.

ફુગાવાના નવા આંકડા જાહેર
જાન્યુઆરી 2026 માટે જાહેર કરાયેલ ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર 2.75 ટકા નોંધાયો હતો. આ આંકડા ખાદ્ય પદાર્થો અને સોના ચાંદીની કિંમતોમાં વધારાને કારણે આવ્યા છે. આ ડેટા નવી CPI શ્રેણી હેઠળ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં આધાર વર્ષ 2012 થી 2024 સુધી બદલાયું છે. ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર 2.73 ટકા અને શહેરી વિસ્તારોમાં 2.77 ટકા હતો. આ આંકડા આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

એશિયન બજારોમાં દબાણ
શુક્રવારે એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. યુ.એસ.માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલી અનિશ્ચિતતાઓ અને ટેક શેરોમાં વેચવાલીથી વૈશ્વિક બજારો પર અસર પડી છે.

જાપાનનો નિક્કી 225 લગભગ 1.69 ટકા ઘટ્યો, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.5 ટકા ઘટ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P ASX 200 લગભગ 1.3 ટકા નબળો પડ્યો.

વોલ સ્ટ્રીટમાં તીવ્ર ઘટાડો
ગુરુવારે યુએસ બજારોમાં તીવ્ર ઘટાડો થયો. રોકાણકારોએ આર્થિક ડેટા અને કંપનીઓના પરિણામોનું મૂલ્યાંકન કરતી વખતે ટેકનોલૉજી શેરોમાં રોકાણ કરવાનું ટાળ્યું હતું. 

S&P 500 1.57 ટકા ઘટ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 2.03 ટકા તૂટ્યો, જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 1.34 ટકા ઘટીને બંધ થયો.

નિફ્ટી આગળ વધવાના સંકેતો શું છે?
નંદ જેમ્સના મતે, નિફ્ટી પર નબળાઈનું દબાણ હાલમાં ચાલુ રહી શકે છે. 25,500ના સ્તરને હાલમાં એક મહત્વપૂર્ણ સપોર્ટ માનવામાં આવે છે. જો ઘટાડો વધુ લંબાય છે, તો આગામી મોટો સપોર્ટ 24,571ની નજીક જોવા મળી શકે છે. દરમિયાન, જો તે 25,750 થી ઉપર નીકળી જાય તો થોડી રાહત મળી શકે છે અને જો તે 25,830 થી 25,900 ના ઝોનને પાર કરે તો બજારમાં ફરીથી સકારાત્મક સંકેતો બની શકે છે.

આ સપ્તાહે શેરબજારનો મૂડ મોટાભાગે નકારાત્મક રહ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 1%નો ઘટાડો જોવા મળ્યો. બજાર પર સૌથી મોટું દબાણ IT ક્ષેત્ર તરફથી આવ્યું. આઇટી શેરોમાં વેચવાલી એટલી ઝડપી રહી કે, આઇટી ઈન્ડેક્સ એક જ સપ્તાહમાં આઠ ટકા તૂટી ગયો. આ છેલ્લા વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો માનવામાં આવે છે. નિફ્ટીના ટોચના 6 ઘટાડામાંથી 5 આઇટી કંપનીઓ હતી - ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો અને ટેક મહિન્દ્રા. આ અઠવાડિયે જ, આઈટી ક્ષેત્રમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ સાફ થઇ ગયું