Astro Business: આવનારું અઠવાડિયું શેરબજાર માટે કેવું રહેશે? જાણો જ્યોતિષની દ્રષ્ટિએ કયા સેક્ટરમાં આવશે તેજી-મંદી

Astro Business:
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગવાર, તા. 17-02-2026, ઘનિષ્ઠા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, ઇન્ફ્રા. એગ્રીકલ્ચર, લોજિસ્ટિક અને માઇનિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, સરસવ, મગફળી કપાસ અને એરંડા પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 18-02-2026 શતતારા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર ગૅસ, આઈટી, ઓઇલ, કમ્પ્યૂટર, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ, ધાણા, જીરા, એલચી અને મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 19-02-2026, પૂ.ભા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, પીએસયુ, કન્સલ્ટન્સી અને ગવર્નમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 20-02-2026, ઉ.ભા. નક્ષત્ર, મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એફએમસીજી, ફૂડ, એન્ટરટેઇનમેન્ટ, ફિલ્મ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં તલ, એરંડા, જવ, મગફળી અને કપાસ પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 23-02- 2026, ભરણી નક્ષત્ર. મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. શિપિંગ, એક્સપોર્ટ, ફૂડ, ડેરી, બેવરેજીસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ, ચણા, એરંડા, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.

