બેદરકાર ટ્રક ચાલકે બાઇક સવારને કચડી નાખ્યો; હૈયુ હચમચાવી દેતો વીડિયો થયો વાયરલ
ક્યારેક બીજાની ભૂલ પણ પોતાના જીવ પર ભારે પડી જાય છે. તેથી રસ્તા પર ચાલતી વખતે વધુ સાવધ રહેવાની જરૂર હો
ક્યારેક બીજાની ભૂલ પણ પોતાના જીવ પર ભારે પડી જાય છે. તેથી રસ્તા પર ચાલતી વખતે વધુ સાવધ રહેવાની જરૂર હોય છે. સોશિયલ મીડિયા પર આજકાલ આવા જ એક અકસ્માતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા છે. ખરેખર, રસ્તા પર જઈ રહેલા એક બાઇક સવાર સાથે જે થયું, તેણે દરેકને હચમચાવી દીધા છે. વીડિયોમાં દેખાય છે કે એક ટ્રક ચાલકની બેદરકારી કેવી રીતે મોટા અકસ્માતનું કારણ બને છે. જોકે આ વીડિયો જૂનો હોવાનું કહેવાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે.
એક ભીડભાડવાળા વિસ્તારમાં એક ટ્રક પસાર થાય છે, પરંતુ નવાઈની વાત એ છે કે ટ્રકની આગળ એક બાઇક સવાર ઘસડાતો જતો દેખાય છે, છતાં ટ્રક ચાલકને કોઈ ફરક પડતો નથી. આ દરમિયાન ત્યાં હાજર લોકો તે બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોતે પણ અકસ્માતનો ભોગ ન બને તે ડરે તેઓ આગળ જવાની હિંમત કરી શકતા નથી. ત્યારબાદ ટ્રક ચાલક તેને કચડીને ત્યાંથી ઝડપથી ભાગી નીકળે છે. આ દ્રશ્ય એટલું ભયાનક છે કે વીડિયો જોનારા લોકો પણ ફફડી ઉઠે છે.
માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયો લાઈક કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. કોઈએ ટ્રક ડ્રાઈવરને બેદરકાર ગણાવ્યો છે, તો કોઈએ આ ઘટનાને કમનસીબ અને દુઃખદ ગણાવી છે. વળી, અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘કેટલાક ટ્રક ડ્રાઈવર ખુબ જ બેદરકાર હોય છે’, તો બીજાએ લખ્યું, ‘શું ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી કે ડ્રાઈવર જાણીજોઈને તે વ્યક્તિને મારવા માંગતો હતો?’.




