મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDVsSL: ઇતિહાસ રચવાથી 7 રન દૂર યશસ્વી જયસ્વાલ, વિશ્વનો પ્રથમ ખેલાડી બનશે

ભારતે શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં 43 રને જીત મેળવી છે.પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવ (58)ની સા

INDVsSL: ઇતિહાસ રચવાથી 7 રન દૂર યશસ્વી જયસ્વાલ, વિશ્વનો પ્રથમ ખેલાડી બનશે

ભારતે શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં 43 રને જીત મેળવી છે.પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવ (58)ની સાથે યશસ્વી જયસ્વાલે પણ 40 રન બનાવ્યા હતા. ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે બીજી ટી-20 મેચ રમાશે. આ મેચમાં યશસ્વી જયસ્વાલ 7 રન બનાવતાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કરશે.

યશસ્વી બનશે પ્રથમ ખેલાડી

ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સારા ફોર્મમાં છે. યશસ્વી જયસ્વાલે શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં 190.47ના સ્ટ્રાઇક રેટ સાથે 21 બોલમાં 5 ફોર અને 2 સિક્સરની મદદથી 40 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સની મદદથી તે સિઝનમાં 1000 રન બનાવવાની નજીક પહોંચી ગયો છે. યશસ્વી જયસ્વાલે 12 મેચની 17 ઇનિંગ્સમાં 993 રન બનાવ્યા છે. જો તે શ્રીલંકા વિરૂદ્ધ 7 રન બનાવવામાં સફળ થાય છે તો વર્તમાન સિઝનમાં 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની જશે. બીજા નંબર પર શ્રીલંકાનો કુસલ મેન્ડિસ 25 મેચની 27 ઇનિંગ્સમાં 878 રન બનાવ્યા છે. રોહિત શર્મા 17 મેચની 22 ઇનિંગ્સમાં 833 રન સાથે ચોથા નંબર પર છે.

100થી વધુ બાઉન્ડ્રી ફટકારી ચુક્યો છે યશસ્વી જયસ્વાલ

શ્રીલંકા વિરૂદ્ધ આક્રમક ઇનિંગ્સ રમનારા યશસ્વી જયસ્વાલે આ વર્ષે 100થી વધુ બાઉન્ડ્રી ફટકારી છે. 12 મેચમાં કૂલ 101 ફોર ફટકારી છે અને 40 સિક્સર ફટકારી છે. 

આ સમાચાર શેર કરો