મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / યશસ્વી જયસ્વાલે પુણે ટેસ્ટમાં 30 રન બનાવીને કર્યું મોટું કામ, આવું કરનાર બીજો બેટ્સમેન બન્યો

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ન્યુઝીલેન્ડ સામે પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમા

IND vs NZ / યશસ્વી જયસ્વાલે પુણે ટેસ્ટમાં 30 રન બનાવીને કર્યું મોટું કામ, આવું કરનાર બીજો બેટ્સમેન બન્યો

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ન્યુઝીલેન્ડ સામે પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં મોટી ઈનિંગ રમી નથી શક્યો, તેમ છતાં તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઈ ગયો છે. તે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન અનુભવી બેટ્સમેન જો રૂટની યાદીમાં સામેલ થઈ ગયો છે.
યશસ્વી ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે ગ્લેન ફિલિપ્સના એક બોલ પર આઉટ થયો હતો. ફિલિપ્સનો બોલ તેના બેટની કિનારી સાથે સ્લિપમાં ઉભેલા ડેરિલ મિચેલના હાથમાં ગયો. યશસ્વીએ 60 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.

યશસ્વી કર્યું આ કારનામું

આ મેચમાં રમાયેલી ઈનિંગ દરમિયાન યશસ્વીએ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પૂરા કર્યા છે. વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર તે માત્ર બીજો બેટ્સમેન છે. તેના પહેલા ઈંગ્લેન્ડના જો રૂટે આ કામ કર્યું હતું. રૂટે આ વર્ષે અત્યાર સુધી રમાયેલી 14 ટેસ્ટ મેચોમાં 1305 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 59.31 રહી છે. યશસ્વી હવે તેની યાદીમાં જોડાઈ ગયો છે. યશસ્વીએ આ વર્ષે 10 ટેસ્ટ મેચમાં 1007 રન બનાવ્યા છે. 

આ વર્ષની શરૂઆતમાં યશસ્વી ઈંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં શાનદાર ફોર્મમાં હતો. તેણે આ સિરીઝમાં 700થી વધુ રન બનાવ્યા હતા. યશસ્વીએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી તે ટીમ ઈન્ડિયા માટે સતત રન બનાવી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નજર છે

અત્યાર સુધી યશસ્વીએ શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ આ વર્ષના અંતમાં યોજાનાર ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ યુવા બેટ્સમેન કેવું પ્રદર્શન કરે છે તેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં બેટિંગ કરવી કોઈ પણ સંજોગોમાં સરળ નથી. ત્યાંની પિચો ઉછાળવાળી અને બેટ્સમેનો માટે ઘણી પડકારજનક હોય છે. આ વખતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ભારત માટે ઘણો મહત્ત્વનો છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં સતત ત્રીજી ટેસ્ટ સિરીઝ જીતવા પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં યશસ્વીના બેટથી રન બને તે ખૂબ જ જરૂરી છે.

આ સમાચાર શેર કરો