WPL Retention / MIથી લઈને UP સુધી, જુઓ દરેક ટીમનું રિટેન્શન લિસ્ટ; દિગ્ગજ ખેલાડીઓના કપાયા પત્તા

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની આગામી એડિશન માટે 27 નવેમ્બરના રોજ ઓક્શન થશે. તે પહેલાં, બધી ટીમોએ રીટેન કરાયેલ ખેલાડીઓની યાદી બહાર પાડવામાં આવી છે. આમાં દીપ્તિ શર્માનો સમાવેશ નથી થતો, જે તાજેતરમાં પૂર્ણ થયેલા વિમેન્સ વર્લ્ડ કપમાં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' બની હતી. તમને જણાવી દઈએ કે ફ્રેન્ચાઈઝી મહત્તમ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંબેંગલુરુએ તેની કેપ્ટન સ્મૃતિ મંધાના સહિત ચાર ખેલાડીઓને રિટેન કરી છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે 5-5 ખેલાડીઓને રિટેન કરી છે, જ્યારે ગુજરાત જાયન્ટ્સે ફક્ત બે ખેલાડીઓને રિટેન કરી છે.
યુપી વોરિયર્સે ફક્ત એક ખેલાડીને રિટેન કરી
અહેવાલો અનુસાર, યુપી વોરિયર્સે ફક્ત એક જ ખેલાડીને રિટેન કરી છે, અને તે દીપ્તિ શર્મા નથી. ટીમે શ્વેતા સેહરાવતને રિટેન કરી છે, જ્યારે ટીમની અનુભવી ખેલાડી દીપ્તિ શર્માને રિલીઝ કરવામાં આવી છે. દીપ્તિ ગયા રવિવારે (2 નવેમ્બર) ભારતે જીતેલા 2025 વર્લ્ડ કપમાં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' હતી.
રિટેન કરાયેલી ખેલાડીઓની યાદી
- દિલ્હી કેપિટલ્સ: એનાબેલ સધરલેન્ડ, મેરિઝાન કાપ, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, નિકી પ્રસાદ.
- મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર, નટ સાઈવર-બ્રન્ટ, અમનજોત કૌર, જી. કમાલિની, હેલી મેથ્યુઝ
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: સ્મૃતિ મંધાના, એલિસ પેરી, રિચા ઘોષ, શ્રેયંકા પાટિલ.
- ગુજરાત જાયન્ટ્સ: એશ ગાર્ડનર, બેથ મૂની
- યુપી વોરિયર્સ: શ્વેતા સેહરાવત.
27 નવેમ્બરે યોજાશે ઓક્શન
વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માટે ઓક્શન આ મહિનાની 27 તારીખે યોજાશે. ઓક્શન દિલ્હીમાં યોજાશે, અને ફ્રેન્ચાઈઝીઓને 15 કરોડ રૂપિયાનું પર્સ આપવામાં આવ્યું છે. પાંચેય ખેલાડીઓને રિટેન કરનારી ટીમોના પર્સમાંથી 9.25 કરોડ રૂપિયા કપાઈ જશે. મુંબઈ અને દિલ્હીએ 5-5 ખેલાડીઓને રિટેન કર્યા છે.
કઈ ટીમ પાસે કેટલા રૂપિયા બાકી છે?
- દિલ્હી કેપિટલ્સ - 5.75 કરોડ રૂપિયા
- મુંબઈ ઈન્ડિયન્સ - 5.75 કરોડ રૂપિયા
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - 6.15 કરોડ રૂપિયા
- ગુજરાત જાયન્ટ્સ - 9 કરોડ રૂપિયા
- યુપી વોરિયર્સ - 14.5 કરોડ રૂપિયા

