Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rohit Sharma's prank video went viral on social media

VIDEO / 'હું તને હમણાં બતાવું...', રોહિત શર્માનું નવું કારનામું! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ક્લિપ

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / 'હું તને હમણાં બતાવું...', રોહિત શર્માનું નવું કારનામું! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ક્લિપ
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પાછા ફર્યા બાદ રોહિત શર્મા ક્રિકેટથી દૂર પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. તે છેલ્લા ઘણા મહિનાઓથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, વારંવાર વીડિયો અને ફોટો શેર કરે છે. હવે, રોહિતે તેના ઓફિશિયલ એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો છે.

App Store

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 6 નવેમ્બર, 2025ના રોજ સાંજે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફ્મી વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં, રોહિત શર્મા તેના મિત્રો સાથે શોક પેન પ્રેંક કરતો જોવા મળે છે.

રોહિતનો નવો વીડિયો વાયરલ થયો

વીડિયોની શરૂઆતમાં, રોહિતની નજીકની કોઈ વ્યક્તિ તેને પેન આપે છે અને પૂછે છે, "રો, શું તમે ઓટોગ્રાફ આપી શકો છો?" રોહિત તેના મિત્રના હાથમાંથી પેન લે છે, પછી, તેને કાળજીપૂર્વક ચેક કરીને કહે છે, "આ પેનથી નહીં, મને ખબર છે આમાં શું છે. હું તને હમણાં બતાવું છું."

'હું તેને કોઈ પર...'

રોહિત શર્મા આગળ કહે છે, "હું તેનો ઉપયોગ કોઈ પર કરીશ. તે વ્યક્તિ ખૂબ જ ખાસ છે." પછી રોહિત તેના એક મિત્રને પેન આપે છે અને તેને ઓટોગ્રાફ આપવાનું કહે છે. આ દરમિયાન એક મિત્ર તે માણસને કહે છે કે તે કેટલો પ્રખ્યાત થઈ ગયો છે.

જોકે, જ્યારે રોહિતનો મિત્ર પેનનું બટન દબાવીને તેને ખોલવાનો પ્રયાસ કરે છે, તેને કરંટ લાગે છે. આ જોઈને, રોહિત શર્મા હસવા લાગે છે અને તેને પૂછે છે, "શું થયું?" રોહિત પછી મુંબઈની રણજી ટીમના જીમમાં પહોંચે છે.

મુંબઈની ટીમ સાથે પ્રેંક

ત્યાં ખેલાડીઓ વર્કઆઉટ કરી રહ્યા હતા. રોહિત શર્મા મુંબઈના ખેલાડી ધવલ કુલકર્ણીને પેન આપે છે અને તેને ઓટોગ્રાફ કરવાનું કહે છે. તેને પણ જોરદાર ઈલેક્ટ્રિક શોક લાગે છે અને પેન તેના હાથમાંથી પડી જાય છે. આ જોઈને રોહિત ખૂબ જોરથી હસવા લાગે છે.

તમને જણાવીએ દઈએ કે રોહિત શર્મા તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સમાપ્ત થયેલી ODI સિરીઝમાં ભારત માટે રમ્યો હતો. તેને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. રોહિતે છેલ્લી ODIમાં શાનદાર સદી ફટકારી હતી.