Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : The T20 World Cup final will be played at the Narendra Modi Stadium in Ahmedabad

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે T20 વર્લ્ડકપ ફાઇનલ! ટુંક સમયમાં જાહેર થશે કાર્યક્રમ

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે T20 વર્લ્ડકપ ફાઇનલ! ટુંક સમયમાં જાહેર થશે કાર્યક્રમ
સોર્સ : GSTV

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ટી-20 વર્લ્ડકપ 2026ની ફાઇનલ માટે પસંદ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) જલદી ટૂર્નામેન્ટના ઓફિશિયલ કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. મળતી માહિતી અનુસાર આ વખતે વર્લ્ડકપ 2023ની તુલનામાં ઓછા શહેરોમાં મુકાબલા રમાશે. યોજના અનુસાર દરેક સ્થળ પર ઓછામાં ઓછી છ મેચ રમાશે.

App Store

અમદાવાદ સહિત આ શહેરમાં T20 વર્લ્ડકપ રમાશે

BCCIએ ભારતમાં જે મુખ્ય શહેરોને મેચની યજમાની માટે પસંદ કર્યા છે તેમાં અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ અને મુંબઇ સામેલ છે.શ્રીલંકામાં પણ ત્રણ સ્થળોએ મેચ રમાશે. જોકે, તે ક્યા ક્યા સ્ટેડિયમમાં રમાશે તેનો ખુલાસો હજુ થયો નથી. ટી-20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે અને પાકિસ્તાનની મેચ શ્રીલંકામાં રમાશે.

પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યુ તો ભારતમાં નહીં રમાય મેચ

જો પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલ કે ફાઇનલમાં પહોંચે છે તો તે સ્થિતિમાં આ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચ શ્રીલંકામાં રમાશે.ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચ દુબઇમાં આયોજિત કરવામાં આવી હતી કારણ કે ભારતે ત્યારે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું યજમાન હતું.

T20 વર્લ્ડકપમાં કેટલી ટીમ ભાગ લેશે?

ICC ટી-20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકાના સંયુક્ત ઉપક્રમે રમાશે.ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં 20 ટીમ ભાગ લેશે.

ભારત,શ્રીલંકા,ઓસ્ટ્રેલિયા,ઇંગ્લેન્ડ,દક્ષિણ આફ્રિકા,અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ, યુએસએ, વેસ્ટઇન્ડિઝ,આયરલેન્ડ,ન્યૂઝીલેન્ડ,પાકિસ્તાન,કેનેડા,ઇટાલી,નેધરલેન્ડ,નામીબિયા,ઝિમ્બાબ્વે,નેપાળ,ઓમાન,યુએઇ.