Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Will the no handshake controversy continue in today's IND vs PAK match

IND vs PAK / આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે મુકાબલો, શું ચાલુ રહેશે 'નો હેન્ડશેક' વિવાદ?

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs PAK / આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે મુકાબલો, શું ચાલુ રહેશે 'નો હેન્ડશેક' વિવાદ?
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં ટીમ 3 મેચની ODI સિરીઝ બાદ હવે T20I સિરીઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયા T20I સિરીઝની 4 મેચ બાદ 2-1થી આગળ છે, સિરીઝની છેલ્લી મેચ આવતીકાલે (8 નવેમ્બર) છે. આ પહેલા આજે ભારત અને પાકિસ્તાન હોંગકોંગ સિક્સીસ 2025 ટુર્નામેન્ટમાં ટકરાશે. આ ટુર્નામેન્ટનો પહેલો મુકાબલો હશે. ગઈ એડિશનમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, પરંતુ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવશે. દિનેશ કાર્તિક ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. રોબિન ઉથપ્પા અને સ્ટુઅર્ટ બિન્ની જેવા ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. ટુર્નામેન્ટ થોડા કલાકોમાં શરૂ થશે, અને ફેન્સને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળશે. પ્રશ્ન એ છે કે શું હજુ પણ 'નો હેન્ડશેક' વિવાદ ચાલુ રહેશે.

App Store

ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

ભારત અને પાકિસ્તાન આજે એટલે કે 7 નવેમ્બર, હોંગકોંગ સિક્સીસ 2025માં આમને-સામને થશે. આ મેચ હોંગકોંગના ટીન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટ 1990ના દાયકામાં શરૂ થઈ હતી અને ત્યારથી ઘણી વખત યોજાઈ છે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચભારતીય સમય બપોરે 1:05 વાગ્યે શરૂ થશે. આ મેચ સોની સ્પોર્ટ્સ ટેન 5 ટીવી ચેનલ પર લાઈવ જોઈ શકાશે અને ફેનકોડ પર ઓનલાઈન સ્ટ્રીમ કરી શકાશે.

બંનેની સ્કવોડ

ભારત: દિનેશ કાર્તિક (કેપ્ટન), રોબિન ઉથપ્પા, સ્ટુઅર્ટ બિન્ની, ભરત ચિપલી, અભિમન્યુ મિથુન, શાહબાઝ નદીમ, પ્રિયાંક પાંચાલ.

પાકિસ્તાન: અબ્બાસ આફ્રિદી (કેપ્ટન), અબ્દુલ સમદ, શાહિદ અઝીઝ, ખ્વાજા મોહમ્મદ નફે, માઝ સદાકત, મોહમ્મદ શહઝાદ, સાદ મસૂદ.

શું નો હેન્ડશેક વિવાદ ચાલુ રહેશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025માં 'નો હેન્ડશેક' નો વિવાદ શરૂ થયો હતો. ટુર્નામેન્ટ દરમિયાન બંને દેશો એકબીજા સાથે ત્રણ વખત રમ્યા હતા, અને તેઓએ હાથ નહતા મિલાવ્યા. આ વિવાદ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો, અને વિમેન્સ વર્લ્ડ કપમાં પણ બંને દેશોની ખેલાડીઓએ હાથ નહતા મિલાવ્યા. તેથી, હવે એ જોવાનું રહેશે કે હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટમાં દિનેશ કાર્તિક અને અબ્બાસ આફ્રિદીની ટીમો હાથ મિલાવશે કે નહીં.