Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Does Wasim Akram want to see Pakistani players playing in the IPL

IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને રમતા જોવા ઈચ્છે છે વસીમ અકરમ? ICC પાસે કરી આવી માંગ

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને રમતા જોવા ઈચ્છે છે વસીમ અકરમ? ICC પાસે કરી આવી માંગ
સોર્સ : GSTV

ફાસ્ટ બોલર વસીમ અકરમે ICC પાસે દખલગીરીની માંગ કરી છે, જેથી 'ખેલને રાજકારણથી અલગ' રાખી શકાય. એક ઇન્ટરવ્યુમાં અકરમે ક્રિકેટમાં રાજકારણને નાપસંદ કરીને કહ્યું કે દરેક લીગમાં દરેક દેશના ખેલાડીઓની પસંદગી થવી જોઈએ. તેનો સ્પષ્ટ ઈશારો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પાકિસ્તાની ખેલાડીઓ પરના પ્રતિબંધ તરફ હતો.

App Store

ક્રિકેટમાં રાજકારણ મને નાપસંદ: અકરમ

ઇન્ટરવ્યુમાં અકરમે કહ્યું કે, "સોરી, પણ મને ક્રિકેટમાં રાજકારણ પસંદ નથી. ખેલને રાજકારણથી અલગ રાખવો જોઈએ. લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને પસંદ કરો. હિંમત રાખો. મોટા દિલવાળા બનો. પરંતુ કમનસીબે, આ નથી થઈ રહ્યું અને મને લાગે છે કે અહીં ICCએ દખલ દેવી જોઈએ. અહીં ક્રિકેટ બોર્ડ્સને આગળ આવવું જોઈએ. લીગનો કે ટીમનો માલિક કોણ છે તેનાથી કોઈ ફરક પડવો ન જોઈએ. દરેક દેશના દરેક ખેલાડીની પસંદગી થવી જોઈએ."

પાકિસ્તાનની નાપાક હરકતોની રમતગમતના સંબંધો પર અસર

પાકિસ્તાનની નાપાક હરકતોના કારણે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવની અસર આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલા એશિયા કપ પર જોવા મળી હતી. દ્વિપક્ષીય શ્રેણીઓથી દૂર રહેતી ભારત અને પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાં ફાઈનલ સહિત ત્રણ મેચમાં આમને-સામને આવી, જોકે કોઈપણ મેચમાં ખેલાડીઓએ એકબીજા સાથે હાથ ન મિલાવ્યા.

આ અસહયોગનું કારણ એપ્રિલમાં પહલગામમાં પ્રવાસીઓની લક્ષિત હત્યાઓ હતી, જ્યાં પાકિસ્તાની આતંકવાદીઓએ ધર્મ પૂછીને પ્રવાસીઓની તેમના પરિવારજનોની સામે જ બર્બરતાથી હત્યા કરી હતી.

પાકિસ્તાની ખેલાડીઓનું મૌન અને વિવાદાસ્પદ નિવેદનો

જે વસીમ અકરમ ખેલને રાજકારણથી દૂર રાખવાનું જ્ઞાન આપે છે, તેમણે કે અન્ય કોઈ પાકિસ્તાની ખેલાડીએ ક્યારેય આતંકી હુમલાઓની નિંદા સુદ્ધાં નથી કરી. વળી, શાહિદ આફ્રિદી જેવા કેટલાક પૂર્વ ક્રિકેટરો સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. તો, શોએબ અખ્તરે તો ભારતીય મંચ પર આવીને ખુલ્લેઆમ 'હિન્દુ-મુસ્લિમ સાથે નથી રહી શકતા' એવું કહીને ટુ-નેશન થિયરીની બડાઈ પણ હાંકી છે. આ ઉપરાંત, ત્યાંના એક મંત્રીએ ACCના અધ્યક્ષ તરીકેની પહોંચનો લાભ લઈને ભારતીય ટીમની ટ્રોફીની ચોરી પણ કરી છે.

IPLનું નામ ન લીધું, પણ ઈશારો સ્પષ્ટ હતો

અકરમે પાકિસ્તાની ક્રિકેટર્સ કે IPLનો સીધો ઉલ્લેખ નહતો કર્યો. તેણે સીધું એમ ન કહ્યું કે IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને તક મળવી જોઈએ, પરંતુ તેમનો ઈશારો એકદમ સ્પષ્ટ હતો કે IPLમાં કોઈપણ દેશનો ખેલાડી રમી શકે છે.