Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA Test: India's team announced for this Test series, Pant makes comeback

IND vs SA Test: આ ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ જાહેર થઈ ગઈ, પંતનું થયું કમબેક

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA Test: આ ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ જાહેર થઈ ગઈ, પંતનું થયું કમબેક
સોર્સ : GSTV

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમમાં સામેલ ખેલાડીઓના નામ આ મુજબ છે:

App Store

શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકિપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુધરસન, દેવદત્ત પડિક્કલ, ધ્રૂવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશદીપ.

દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમની સ્ક્વોડ

ટેમ્બા બાવુમા (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ટોની ડી જોર્ઝી, ઝુબેર હમઝા, સિમોન હાર્મર, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિઆન મુલ્ડર, સેનુરન મુથુસામી, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન.

નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયાર છે. આ મેચ માટે દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમની જાહેરાત 27 ઓક્ટોબરના દિવસે જ કરી દીધી હતી. જેમાં ચેમ્પિયન કેપ્ટન ટેમ્બા બાવુમાની વાપસી થઈ છે. તે ઈજાને કારણે બહાર હતો પરંતુ હવે તે ફરીથી મેદાનમાં રમતો જોવા મળશે. દક્ષિણ આફ્રિકાએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેમાં ઘણા અગ્રણી ખેલાડીઓ સામેલ છે.

આ તારીખે ઘર આંગણે ભારત રમશે ટેસ્ટ મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ ભારતમાં રમાશે. જેની પહેલી ટેસ્ટ મેચ 14 થી 18 નવેમ્બર દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 22 થી 26 નવેમ્બર દરમિયાન ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.