ODI series in Rajkot: સાઉથ આફ્રિકા સામે વનડે રમવા માટે ટીમ ઈન્ડિયા 'A' જાહેર, આ ખેલાડી બન્યો કેપ્ટન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય સિરીઝ રમાવાની છે. આ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તિલક વર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે. તિલક વર્માને ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચેની ODI સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
વનડે માટે ઈન્ડિયા 'A'ની ટીમ:
તિલક વર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટ કિપર), આયુષ બડોની, નિશાંત સિંધુ, વિપરજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહેમદ, ખલીલ અહેમદ અને પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
13 નવેમ્બરે રમાશે આ વનડે
ભારત અને દક્ષિણ આફ્રિકાની 'A' ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ 13 નવેમ્બરથી શરૂ થશે, જેની બધી મેચો રંગીલા રાજકોટમાં રમાશે. આ સિરીઝ ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝનો એક ભાગ છે. બુધવાર, 5 નવેમ્બરના રોજ, અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આ વનડે સિરીઝ માટે ટીમોની જાહેરાત કરી. તિલક ઉપરાંત, અભિષેક શર્મા, આયુષ બડોની અને IPL સ્ટાર વિપરજ નિગમ જેવા ખેલાડીઓને આમાં રમવાની તક મળી છે.
ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ
પસંદગીકારોએ આ સિરીઝ માટે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ પસંદ કર્યું છે, જેથી જરૂર પડ્યે તેઓ સિનિયર ભારતીય ટીમ માટે તૈયાર થઈ શકે. આમાં માનવ સુથાર, પ્રભસિમરન સિંહ, બડોની અને નિશાંત સિંધુ એવા નોંધપાત્ર ખેલાડીઓ છે જેઓ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યા નથી. જો કે, આમાંથી કેટલા ખેલાડીઓને તક મળશે તે જોવાનું બાકી રહ્યું. આ મેચો 13, 16 અને 19 નવેમ્બરના રોજ રમાશે.

