VIDEO: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી, આજે PM મોદીને મળશે ખેલાડીઓ
T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની છે. 29 જૂને રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો.
ભારતીય ક્રિકેટ ટીમની ફ્લાઈટ સવારે લગભગ 6 વાગ્યે દિલ્હી પહોંચી હતી. દિલ્હી એરપોર્ટ પર પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો વહેલી સવારથી પહોંચી ગયા હતા.
વડાપ્રધાન મોદીને મળશે
ટીમ ઈન્ડિયાના શેડ્યુલમાં સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થશે. રોહિત અને ટીમના ખેલાડીઓ સવારે 9.30 વાગ્યે પીએમ મોદીને મળશે. જો કે તે પહેલા ટીમ ઈન્ડિયા હોટલ જશે. હોટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના ઘણા ખેલાડીઓ ટ્રોફી સાથે જોઈ શકાય છે. રોહિત શર્મા પણ ટ્રોફી લહેરાવતા જોવા મળ્યા.
T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતનારી ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત પહોંચી ગઈ છે. ભારતીય ટીમ 16 કલાકની લાંબી ઉડાન બાદ સ્વદેશ પહોંચી છે. ભારતીય ટીમને એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા સ્વદેશ લાવવામાં આવી હતી.
વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ
- સવારે 6 વાગ્યે ફ્લાઈટ દિલ્હીમાં લેન્ડ થઈ હતી.
ભારતીય ખેલાડીઓ સવારે લગભગ 9.30 વાગ્યે પીએમ હાઉસ જવા રવાના થશે.
ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીને મળશે.
પીએમ મોદીને મળ્યા બાદ ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઈટથી મુંબઈ જશે.
મુંબઈમાં ઉતર્યા બાદ તમામ ખેલાડીઓ ખુલ્લી બસમાં વાનખેડે સ્ટેડિયમ પહોંચશે.
4 જુલાઈના રોજ સાંજે 5:00 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે વિજય પરેડ યોજાશે.
જય શાહ અને રોહિત શર્માએ વિજય પરેડ માટે ખાસ અપીલ કરી
BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના સેક્રેટરી જય શાહે આ અંગે એક પોસ્ટ શેર કરી અને લખ્યું - વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની વિજય પરેડમાં અમારી સાથે જોડાઓ. જય શાહે આગળ લખ્યું - અમારી સાથે ઉજવણી કરવા માટે, 4 જુલાઈના રોજ સાંજે 5:00 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ પહોંચો, તારીખ યાદ રાખો.








