Women odi wc IND vs PAK: ભારત પહેલા બેટિંગ કરશે, પાકિસ્તાને ટોસ જીત્યો

સોર્સ : GSTV
આજે મહિલા ODI WCમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ મેચ માટે ટોસ થઈ ગયો છે. જેમાં પાકિસ્તાની કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેથી ભારતીય મહિલા ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. આ મેચ શ્રીલંકાના કોલંબોમાં આજે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ અને શ્રી ચરણી.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
મુનીબા અલી, સદફ શમાસ, સિદ્રા અમીન, રમીન શમીમ, આલિયા રિયાઝ, સિદ્રા નવાઝ (વિકેટકીપર), ફાતિમા સના (કેપ્ટન), નતાલિયા પરવેઝ, ડાયના બેગ, નાશરા સંધુ અને સાદિયા ઈકબાલ.

