મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વુમન્સ એશિયા કપ: બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા ફાઈનલમાં, મંધાનાએ ફિફ્ટી ફટકારી

વુમન્સ એશિયા કપની પહેલી સેમિફાઈનલ મેચ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશે ટો

વુમન્સ એશિયા કપ: બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા ફાઈનલમાં, મંધાનાએ ફિફ્ટી ફટકારી

વુમન્સ એશિયા કપની પહેલી સેમિફાઈનલ મેચ  ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા માત્ર 80 રન જ બનાવી શકી હતી. પરિણામે ટીમ ઈન્ડિયાએ 11 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. 

બાંગ્લાદેશે આપેલા 81 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ વિના વિકેટ ટાર્ગેટ પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી. આ સાથે વુમન્સ એશિયા કપની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. 

મંધાનાએ ફિફ્ટી ફટકારી

સ્મૃતિ મંધાના અણનમ ફિફ્ટી ફટકારી હતી. સ્મૃતિએ 39 બોલમાં 1 સિક્સ અને 9 ફોરની મદદથી 55 રન બનાવ્યા હતા. જ્યારે શેફાલી વર્માએ 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. 

રેણુકા અને રાધા યાદવની શાનદાર બોલિંગ

બોલિંગમાં રેણુકા સિંઘ અને રાધા યાદવની બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમના બેટરો પાણીમાં બેસી ગયા હતા. રેણુકા સિંઘ અને રાધા યાદવને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી. 

રવિવાર ફાઈનલ મેચ રમાશે

ઉલ્લેખનીય છે કે,આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ પાકિસ્તાન મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે. બંને મેચમાં જીતનાર ટીમો રવિવારે ફાઇનલ મેચ રમાશે.

આ સમાચાર શેર કરો