મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાની આગામી મેચ ક્યારે? 43 દિવસના લાંબા બ્રેક બાદ આટલો લાંબો હશે કાર્યક્રમ

શ્રીલંકા પ્રવાસ પૂરો થયા પછી ભારતીય ખેલાડીઓને 43 દિવસનો લાંબો બ્રેક મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમા

ટીમ ઈન્ડિયાની આગામી મેચ ક્યારે? 43 દિવસના લાંબા બ્રેક બાદ આટલો લાંબો હશે કાર્યક્રમ

શ્રીલંકા પ્રવાસ પૂરો થયા પછી ભારતીય ખેલાડીઓને 43 દિવસનો લાંબો બ્રેક મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયાનો આ સૌથી મોટો બ્રેક છે. અગાઉ સિનિયર ખેલાડીને આરામ આપીને પણ ભારતની બી ટીમ સાથે નાની મોટી શ્રેણીઓ ચાલુ રહેતી હતી. પરંતુ આ વખતે પૂરા 43 દિવસના ગેપ પછી ભારતીય ટીમ છેક 19 સપ્ટેમ્બરે મેચ રમતી જોવા મળશે. આ પછીથી ટીમ ઈન્ડિયાનું જાન્યુઆરી સુધીનું શેડ્યુ ખૂબજ ટાઈટ છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન આટલી શ્રેણીઓ રમાવા જઈ રહી છે. જોઈ તો તેનું આખું લીસ્ટ.

ભારતીય ક્રિકેટ ટીમની મેચો હવે છેક 19 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ જશે. બાંગ્લાદેશની ટીમ બે ટેસ્ટ મેચની અને ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારત આવશે. આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ હશે. ભારત ક્લીન સ્વીપ કરી પોતાની લીડ મજબૂત કરવા પર નજર રાખશે. હાલમાં, ભારત WTC પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

ભારત વિ બાંગ્લાદેશ 1લી ટેસ્ટ- ચેન્નાઈ (19થી 23 સપ્ટેમ્બર)
ભારત વિ બાંગ્લાદેશ 2જી ટેસ્ટ- કાનપુર (27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર)

ભારત વિ બાંગ્લાદેશ 1લી T20- ધર્મશાલા (6 ઓક્ટોબર)
ભારત વિ બાંગ્લાદેશ 2જી T20- દિલ્હી (9 ઓક્ટોબર)
ભારત વિ બાંગ્લાદેશ 3જી T20- હૈદરાબાદ (12 ઓક્ટોબર)

બાંગ્લાદેશ બાદ ભારત ન્યુઝીલેન્ડની યજમાની કરશે

ભારતીય ટીમે બાંગ્લાદેશ બાદ ન્યુઝીલેન્ડની યજમાની કરવાની છે. કીવી ટીમ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમવા ભારત આવશે. આ સીરીઝ પણ WTCનો ભાગ બનવા જઈ રહી છે. બાંગ્લાદેશ સામેની છેલ્લી T20 અને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ વચ્ચે માત્ર 4 દિવસનો જ સમય છે. ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 16 ઓક્ટોબરથી શરૂ થશે.

ભારત વિ ન્યુઝીલેન્ડ 1લી ટેસ્ટ - બેંગલુરુ (16 થી 20 ઓક્ટોબર)
ભારત વિ ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટ- પુણે (24 થી 28 ઓક્ટોબર)
ભારત વિ ન્યુઝીલેન્ડ ત્રીજી ટેસ્ટ- મુંબઈ (1 થી 5 નવેમ્બર)

નવેમ્બરમાં ભારતનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ

બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની યજમાની કર્યા બાદ ભારતીય ટીમ ચાર મેચની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ સિરીઝ 8 નવેમ્બરથી શરૂ થશે અને છેલ્લી મેચ 15 નવેમ્બરે રમાશે.

ભારત વિ દક્ષિણ આફ્રિકા 1લી T20- ડર્બન (8 નવેમ્બર)
ભારત વિ દક્ષિણ આફ્રિકા બીજી T20 – ગકબેર્હા (10 નવેમ્બર)
ભારત વિ દક્ષિણ આફ્રિકા ત્રીજી T20 – સેન્ચુરિયન (13 નવેમ્બર)
ભારત વિ દક્ષિણ આફ્રિકા ચોથી T20- જોહનિસબર્ગ (15 નવેમ્બર)

ભારત પ્રવાસ ઓસ્ટ્રેલિયા

દક્ષિણ આફ્રિકા બાદ ભારતીય ટીમનો આગામી પ્રવાસ ઓસ્ટ્રેલિયાનો હશે. બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝમાં આ વખતે ટીમ ઈન્ડિયા 4ને બદલે 5 ટેસ્ટ મેચની સીરીઝ રમશે. ભારતે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું છે, તેથી ટીમ ઈન્ડિયાની નજર યજમાન સામે જીતની હેટ્રિક પર રહેશે.

ભારત વિ ઓસ્ટ્રેલિયા 1લી ટેસ્ટ - પર્થ (22 નવેમ્બર થી 26 નવેમ્બર)
ભારત વિ ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ- એડિલેડ (6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર)
ભારત વિ ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ - બ્રિસ્બેન (14 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર)
ભારત વિ ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ - મેલબોર્ન (26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર)
ભારત વિ ઓસ્ટ્રેલિયા પાંચમી ટેસ્ટ - સિડની (3 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી)

ઓસ્ટ્રેલિયા પ્રવાસ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારત આવતા વર્ષે એટલે કે 2025ની શરૂઆત ઈંગ્લેન્ડની યજમાનીથી કરશે. ઇંગ્લિશ ટીમ 5 ટી-20 અને ત્રણ વનડે મેચની સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બંને ટીમો માટે આ વનડે સિરીઝ મહત્ત્વપૂર્ણ રહેશે.

ભારત vs ઈંગ્લેન્ડ 1લી T20- ચેન્નાઈ (22 જાન્યુઆરી)
ભારત vs ઈંગ્લેન્ડ બીજી T20- કોલકત્તા (25 જાન્યુઆરી)
ભારત vs ઈંગ્લેન્ડ ત્રીજી T20- રાજકોટ (28 જાન્યુઆરી)
ભારત vs ઈંગ્લેન્ડ ચોથી T20- પુણે (31 જાન્યુઆરી)
ભારત vs ઈંગ્લેન્ડ 5મી T20- મુંબઈ (2 ફેબ્રુઆરી)

ભારત વિ ઈંગ્લેન્ડ 1લી વન ડે – નાગપુર (6 ફેબ્રુઆરી)
ભારત વિ ઈંગ્લેન્ડ 2જી વન ડે– કટક (9 ફેબ્રુઆરી)
ભારત વિ ઈંગ્લેન્ડ ત્રીજી વન ડે – અમદાવાદ (12 ફેબ્રુઆરી)

આ સમાચાર શેર કરો