Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : What did Rohit Sharma say to Shubman Gill after being run out

VIDEO: અફઘાનિસ્તાન સામે રન આઉટ થયા બાદ રોહિતે શુભમનને શું કહ્યું? મેચ બાદ કેપ્ટને કર્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ધર્મશાલામાં રમાયેલી પહેલી ODI મેચમાં એક હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભારતીય ટીમનો સ્ટાર ઓપનર રોહિત શર્મા આ મેચમાં કમનસીબે રન આઉટ થઈ ગયો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ રન આઉટ બાદ પણ ક્રિઝ પર ટકી રહેલા શુભમન ગિલે બેટિંગથી એવી ધમાકેદાર વાપસી કરી કે માત્ર મેચ જ ન જીતાડી પરંતુ એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો.

App Store

શુભમન ગિલના કારણે રનઆઉટ થયો રોહિત શર્મા

મેચ દરમિયાન રોહિત શર્માએ લેગ સાઈડમાં એક શાનદાર શોટ રમીને રન લેવા માટે દોડ લગાવી હતી. બીજી તરફ રહેલા શુભમન ગિલ પણ થોડો આગળ નીકળ્યો, પરંતુ અચાનક પીછેહઠ કરીને ક્રીઝમાં પાછો ફરી ગયો. રોહિત શર્માએ પણ અધવચ્ચે રોકાઈને પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું અને તેઓ રન આઉટ થઈ ગયો. 

શુભમન ગિલના કારણે અગાઉ પણ આઉટ થયો છે રોહિત શર્મા 

વર્ષ 2024થી અત્યાર સુધીમાં રોહિત શર્મા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 2 વાર રન આઉટ થયો છે અને આ બંને વખતે બીજા છેડે શુભમન ગિલ જ હાજર હતો! રોહિતે આ મેચમાં 16 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા. 

રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ

આ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ રોહિત ODI ક્રિકેટ રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી પણ બની ગયો છે.

રોહિત શર્માએ મોટું મન રાખીને કહ્યું- કોઈ વાંધો નહીં 

આ રન આઉટ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલના રસ્તામાં અફઘાનિસ્તાનનો બોલર વચ્ચે આવી ગયો હતો, જેના કારણે આ ગેરસમજ સર્જાઈ હતી. મેચ પૂરી થયા બાદ પોસ્ટ મેચ ઇન્ટરવ્યુમાં ગિલને આ રન આઉટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, "રોહિત ભાઈએ ડ્રેસિંગ રૂમમાં જઈને રન આઉટનો રીપ્લે જોયો અને ત્યારબાદ તેમણે કહ્યું કે બધું બરાબર છે, કોઈ વાંધો નહીં." અફઘાનિસ્તાન સામે રમાયેલી છેલ્લી T20 મેચમાં પણ તે આ જ રીતે રન આઉટ થયો હતો.

પ્લેયર ઓફ ધ મેચ બન્યો ગિલ 

કેપ્ટન શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્માના રન આઉટની પૂરેપૂરી ભરપાઈ પોતાના શાનદાર બેટિંગ પ્રદર્શનથી કરી દીધી હતી. તેણે અફઘાનિસ્તાનના બોલર્સની બરાબરની ધુલાઈ કરતા માત્ર 66 બોલમાં 84 રનની અણનમ તોફાની ઈનિંગ રમી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'ના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

આ મેચ શુભમન ગિલના કરિયર માટે ઐતિહાસિક સાબિત થઈ છે. ગિલ હવે ભારત તરફથી ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 3,000 રન પૂરા કરનારો બેટર બની ગયો છે. તેણે આ સિદ્ધિ માત્ર 61મી ઈનિંગમાં હાસિલ કરી છે.