મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

On This Day / જ્યારે વિરાટ કોહલીની સુનામીએ ઉડાવ્યા હતા પાકિસ્તાનના હોશ, હારિસ રઉફને આજે પણ યાદ હશે તે બે સિક્સ

જ્યારે પણ ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર સેટ થઈ જાય છે, ત્યારે વિરોધી ટીમ મુશ

On This Day / જ્યારે વિરાટ કોહલીની સુનામીએ ઉડાવ્યા હતા પાકિસ્તાનના હોશ, હારિસ રઉફને આજે પણ યાદ હશે તે બે સિક્સ

જ્યારે પણ ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર સેટ થઈ જાય છે, ત્યારે વિરોધી ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે તે નિશ્ચિત છે. કિંગ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી શાનદાર ઈનિંગ્સ રમી છે, પરંતુ 23 ઓક્ટોબર 2022નો દિવસ તેના માટે ખૂબ જ ખાસ હતો. T20 વર્લ્ડ કપમાં તેણે પાકિસ્તાન સામે જે કારનામું કર્યું તેની હંમેશા ચર્ચા થાય છે. કોહલીએ ભારતને પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત અપાવી હતી. આ જીત સાથે કિંગ કોહલીએ ફેન્સને દિવાળીની ભેટ આપી હતી.

ક્ષણે ક્ષણે બદલાતી મેચમાં તણાવનો સામનો કરી રહેલા કોહલીએ પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી હોવા છતાં પણ અંતે કોહલીએ બે સિક્સ ફટકારીને મેચ બદલી નાખી હતી. તેણે પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફની ઓવરમાં બે સિક્સ ફટકારી હતી અને ભારતને જીત તરફ દોરી ગયો હતો. કોહલીની આ બે સિક્સ આજે પણ હારિસના મગજમાં તાજી હશે.

આજના જ દિવસે આવી હતી વિરાટ કોહલીની સુનામી

આ 23 ઓકટોબર 2022ની વાત છે જ્યારે T20 વર્લ્ડ કપ 2022ની મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી હતી. આ હાઈવોલ્ટેજ મેચમાં પાકિસ્તાનની ટીમે 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. શાન મસૂદ અને ઈફ્તિખાર અહેમદે અડધી સદી ફટકારી હતી.

જ્યારે ભારત તરફથી અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ લીધી હતી. તે જ સમયે, 160 રનનો પીછો કરતી વખતે ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 31 રનના સ્કોર સુધી ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ આવી વિરાટ કોહલીની સુનામી. કોહલીએ ટીમની ઈનિંગને સંભાળવાની જવાબદારી લીધી હતી. કોહલીએ 53 બોલનો સામનો કરીને 82 રનની અણનમ ઈનિંગ રમી હતી. કોહલીએ આ ઈનિંગમાં 6 ફોર અને 4 સિક્સ ફટકારી હતી.

વિરાટ કોહલીએ હારિસના બે બોલ પર બે સિક્સ ફટકારી હતી

જ્યારે ભારતને આ મેચમાં 8 બોલમાં 28 રનની જરૂર હતી, ત્યારે વિરાટ કોહલીએ હારિસ રઉફની ઓવરના છેલ્લા બે બોલ પર બે સિક્સ ફટકારીને મેચ બદલી નાખી હતી, જેમાં એક સ્ટ્રેટ સિક્સ પણ હતી. ICCએ મેચ બાદ કોહલીની સિક્સને 'ICC શોટ ઓફ ધ સેન્ચ્યુરી' ગણાવી હતી.

છેલ્લી ઓવરનો રોમાંચ

છેલ્લી ઓવર ના પહેલા બોલ પર મોહમ્મદ નવાઝે હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 40 રનની ઈનિંગ રમી હતી. આ પછી દિનેશ કાર્તિક બેટિંગ કરવા આવ્યો હતો. દિનેશ કાર્તિકે બીજા બોલ પર એક રન લીધો અને કોહલીએ ત્રીજા બોલ પર બે રન લીધા હતા. ચોથો બોલ નો બોલ હતો જેના પર કોહલીએ સિક્સ ફટકારી હતી. હવે ત્રણ બોલમાં છ રનની જરૂર હતી.

આ પછીનો બોલ વાઈડ હતો, જે બાદ ત્રણ બોલમાં પાંચ રનની જરૂર હતી. પછીના બોલમાં બાયના ત્રણ રન મળ્યા હતા, હવે બે બોલમાં બે રણની જરૂર હતી. પાંચમા બોલ પર કાર્તિક આઉટ થઈ ગયો હતો. ત્યારે અશ્વિન બેટિંગ કરવા આવ્યો હતો. અશ્વિને ફેસ કરેલ પહેલો બોલ વૈદ બોલ હતો. આ રીતે છેલ્લા બોલમાં ભારતને જીતવા માટે એક રનની જરૂર હતી. અશ્વિને છેલ્લા બોલ પર એક રન લઈને ટીમને જીત અપાવી હતી. 

આ સમાચાર શેર કરો