મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મુંબઈમાં T20 વર્લ્ડ કપ સેલિબ્રેશન બાદ અચાનક લંડન જવા રવાના થયો વિરાટ કોહલી, જાણો શું છે કારણ 

ટીમ ઈન્ડિયાનું ટી20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ પહેલા દિલ્હી અને પછી મુંબઈમ

મુંબઈમાં T20 વર્લ્ડ કપ સેલિબ્રેશન બાદ અચાનક લંડન જવા રવાના થયો વિરાટ કોહલી, જાણો શું છે કારણ 
ટીમ ઈન્ડિયાનું ટી20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ પહેલા દિલ્હી અને પછી મુંબઈમાં શાનદાર સ્વાગત કરાયું. મુંબઈના રસ્તા પર ચાહકો પણ ટીમ ઈન્ડિયાની જીતના જશ્નમાં સામેલ હતા. વાનખેડે સ્ટેડિયમ સુધી ટીમ ઈન્ડિયાએ મેગા રોડ શો કાઢ્યો. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીએ વર્લ્ડ કપ સાથે ખુલ્લી બસની છત પર બેસીને ચાહકોનું અભિવાદન કર્યું. આ દરમિયાન વિરાટ કોહલીએ પણ ચાહકોમાં ખૂબ ઉત્સાહ ભર્યો. અને આ કાર્યક્રમ પતાવીને તુરંત જ વિરાટ કોહલી લંડન જવા રવાના થઈ ગયો છે.    જણાવી દઈએ કે, વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ વિક્ટ્રી પરેડ કાઢી હતી એમાં વિરાટ કોહલી વંદે માતરમ ગાતો સૌથી આગળ લીડ કરી રહ્યો હતો. વિક્ટ્રી પરેડ બાદ કિંગ કોહલી લંડન માટે રવાના થઈ ગયો હતો, જેનું મોટું કારણ પણ સામે આવ્યું છે.

વિરાટ કોહલી આ કારણસર લંડન ગયો

મુંબઈમાં વિક્ટ્રી પરેડ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલીને એરપોર્ટ પર જોવામાં આવ્યો. કિંગ કોહલી લંડન રવાના થયો. અનુષ્કા શર્મા, વામિકા અને અકાય લંડનમાં છે તેથી વિરાટ કોહલી પોતાના પરિવારને મળવા લંડન ગયો છે. આ પહેલા વિરાટે દિલ્હીમાં પોતાના ભાઈ-બહેનની સાથે પણ સારો સમય પસાર કર્યો હતો. હંમેશાથી જ જોવામાં આવ્યું છે કે જ્યારે-જ્યારે વિરાટને ક્રિકેટથી સમય મળે છે તો તે વધુથી વધુ સમય પોતાના પરિવારની સાથે પસાર કરવાનું પસંદ કરે છે.   એટલું જ નહીં ઘણી વખત મેચ જીત્યા બાદ વિરાટ કોહલીને અનુષ્કા શર્માની સાથે વીડિયો કોલ કરતા જોવામાં આવ્યો છે. ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ 76 રનોની શાનદાર ઈનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઈનિંગ માટે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. કોહલીએ વર્લ્ડ કપ ફાઈનલ બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધાનું પણ એલાન કરી દીધું હતું.

આ સમાચાર શેર કરો