મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Video: લંડનની ગલીઓમાં સામાન્ય માણસની જેમ ફરતો દેખાયો વિરાટ કોહલી!

શ્રીલંકા સામે વન-ડે સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલ લંડનમાં છે. જ્યાંથી કોહલીન

Video: લંડનની ગલીઓમાં સામાન્ય માણસની જેમ ફરતો દેખાયો વિરાટ કોહલી!

શ્રીલંકા સામે વન-ડે સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલ લંડનમાં છે. જ્યાંથી કોહલીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિરાટ કોહલી રસ્તા પર ફરતો જોવા મળી રહ્યો છે. 

વાયરલ થયેલા વીડિયોમાં  જોઈ શકાય છે કે, વિરાટ કોહલી આ વીડિયોમાં તે લંડનની સડકો પર ઉભેલો જોવા મળી રહ્યો છે. કોઈ સેલિબ્રિટીની જેમ નહીં પણ સામાન્ય માણસની જેમ તે રોડ ક્રોસ કરવા માટે વાહનોની રાહ જોતો ઉભેલો જોવા મળે છે. જો ભારતમાં હોય તો વિરાટ માટે આવું કરવું લગભગ અશક્ય હોય. કારણ કે ભારતમાં તેના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. પણ બ્રિટનમાં તેને આ રીતે જોઈને લોકો ઓટોગ્રાફ માટે તેની પાછળ દોડતા નથી. કેટલાક લોકોએ આ વીડિયોની કૉમેન્ટ્સમાં પણ તેઓનો કિંગ માટેનો પ્રેમ દર્શાવ્યો હતો. તો કેટલાકે કહ્યું હતું કે વિરાટ કોહલી ઓળખી પણ નથી શકાતો?

દુલીપ ટ્રોફીમાં વિરાટ અને રોહિતને આરામ

શ્રીલંકામાં રમાયેલી ODI શ્રેણી બાદ ભારતીય ટીમના ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું છે. દુલીપ ટ્રોફી માટે પસંદ કરાયેલી ટીમમાં શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ અને શુભમન જેવા ખેલાડીઓની નેતૃત્વ કરવાની ક્ષમતાની પણ અહીં પરીક્ષા થશે. 

આ સમાચાર શેર કરો