VIDEO: વિરાટ કોહલીએ વિનિંગ સિક્સ ફટકારતા જ પત્ની પર વરસાવ્યો પ્રેમ, મેદાન પરથી આપી ફ્લાઈંગ કિસ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પ્રભાવશાળી દેખાવ કરતાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું, આ સાથે જ RCBએ વર્ષ 2025 બાદ 2026માં પણ IPL ટાઈટલ પોતાને નામ કર્યું છે. ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલીની ટીમે આ વર્ષે IPL ટ્રોફી જીતી છે. વિરાટની જીતથી પત્ની અનુષ્કા શર્મા સૌથી વધુ ખુશ દેખાતી જોવા મળી. મેચ દરમિયાન વિરાટે વિનિંગ છગ્ગો મારતા પત્ની અનુષ્કા શર્મા ખુશીથી ઝૂમી ઉઠી હતી. હવે કોહલીએ અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
RCBએ બીજી વખત IPL ટ્રોફી જીતી
RCBની જીતની ક્ષણ પર ફેન્સમાં ખુશીની લહેર છવાઈ છે. વિરાટ કોહલીએ છગ્ગો મારીને પોતાની ટીમને જીત અપાવતા આખી ટીમ મેદાનમાં આવી ક્રિકેટરને ભેટી પડી હતી. આ દરમિયાન અનુષ્કા ખુશીથી ઝૂમી ઉઠી હતી તેની આસપાસ મિત્રોને ગળે લગાવતી જોવા મળી છે. જીત બાદ વિરાટે પણ અનુષ્કા તરફ જોયું અને તેને ફ્લાઈંગ કિસ આપી હતી. જ્યારે અનુષ્કા શર્મામાં સામે તેને ફ્લાઈંગ કિસ આપતી જોવા મળી રહી છે.
વિરાટ કોહલીએ ફાઈનલમાં ફિફ્ટી ફટકારી
ફાઈનલમાં પણ વિરાટ કોહલીનું બેટ ચમક્યું હતું. નાના સ્કોરનો પીછો કરતી વખતે વિરાટે શાનદાર ફિફ્ટી ફટકારી છે. જેને લઈને અનુષ્કાની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ છે.
વિરાટ કોહલીની ટીમ બેંગ્લુરુએ IPLનો ઈતિહાસ રચ્યો છે. જેમાં RCB સતત બીજી વખત IPL ટ્રોફી જીતનાર ટુર્નામેન્ટમાં ત્રીજી ટીમ બની છે.

