ટેસ્ટમાં વિરાટ કોહલીએ 9000 રન પૂરા કર્યા, ભારતના ચાર ખેલાડી જ આ ક્લબમાં છે સામેલ
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાના બેટરોએ બીજી ઈનિંગમાં સારૂ

ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાના બેટરોએ બીજી ઈનિંગમાં સારૂ પ્રદર્શન કર્યું છે. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. કોહલીએ ટેસ્ટમાં 9 હજાર રન પૂરા કરનાર ભારતનો ચોથો બેટર બની ગયો છે. તેના પહેલા માત્ર સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જ અહીંયા સુધી પહોંચી શક્યા હતા.
વિરાટ કોહલીએ આ ઇનિંગમાં ક્રિકેટના ચાહકો અને ટીમ મેનેજમેન્ટની અપેક્ષાઓ અનુસારનું પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જયસ્વાલ આઉટ થયા પછી બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી ને ક્રીઝ પર થોડો સમય થયો હતોને ત્યાં જ કેપ્ટન રોહિત શર્માની વિકેટ પડી ગઈ હતી.આ પછી કોહલીએ સરફરાઝ ખાન સાથે મળીને 100થી વધુ રનની ભાગીદારી કરી હતી. જોકે, ત્રીજા દિવસની રમતના છેલ્લા બોલે કોહલી આઉટ થઈ ગયો હતો.
કોહલીને 9 હજાર રન સુધી પહોંચવા 197 ઇનિંગ્સ લાગી
વિરાટ કોહલીએ 9 હજાર રન સુધી પહોંચવા માટે 197 ઇનિંગ્સ લાગી હતી. જ્યારે ગાવસ્કર, તેંડુલકર અને દ્રવિડે તેના કરતા ઓછી ઇનિંગ્સ રમીને આ આંકડો સ્પર્શ કર્યો હતો. સુનીલ ગાવસ્કર ભારત માટે ટેસ્ટમાં 9 હજાર રન બનાવનાર પ્રથમ બેટર હતા.
સચિને 179 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી
બીજી તરફ સચિન તેંડુલકરે વર્ષ 2004માં ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં 9 હજાર રન પૂરા કર્યા હતા. સચિને 179 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડે સૌથી ઓછી 176 ઇનિંગ્સ લીધી હતી. તેણે વર્ષ 2006માં કિંગસ્ટન ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીના 9 હજાર રન પૂરા કર્યા હતા.








