મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: MI vs RCB / આજે ઈતિહાસ રચશે વિરાટ કોહલી! મુંબઈ ઈન્ડિયન્સ સામે કરશે મોટું કારનામું

આજે (12 એપ્રિલ) IPL 2026માં ડબલ-હેડર મેચ રમાઈ રહી છે. દિવસની પહેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ગુજ

આજે (12 એપ્રિલ) IPL 2026માં ડબલ-હેડર મેચ રમાઈ રહી છે. દિવસની પહેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. જ્યારે ગઈ સિઝનની વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો સામનો કરશે. આ રાઈવલરી વીકની મેચમાં બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર હશે. વિરાટ કોહલી આ મુકાબલામાં એક ખાસ રેકોર્ડ પણ બનાવી શકે છે.

કોહલીને 20 રનની જરૂર છે

વિરાટ કોહલી બીજો મોટો રેકોર્ડ બનાવવાની કગાર પર છે. કોહલી T20ના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 1,000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બનવાથી માત્ર 20 રન દૂર છે. T20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પહેલાથી જ સૌથી વધુ રન બનાવનાર કોહલીએ IPL અને હવે બંધ થઈ ગયેલી ચેમ્પિયન્સ લીગ T20માં 35 ઈનિંગ્સમાં 980 રન બનાવ્યા છે.

વિરાટનું MI સામે T20I પ્રદર્શન

  • ઈનિંગ્સ: 35
  • રન: 980
  • એવરેજ: 31.61
  • સ્ટ્રાઈક રેટ: 129.11
  • 50+ સ્કોર: 6
  • સૌથી વધુ સ્કોર: 92*
  • સિક્સ: 36

IPLમાં 922 રન

મુંબઈ સામે T20 રનની બાબતમાં કેએલ રાહુલ, શિખર ધવન, સુરેશ રૈના અને એમએસ ધોની કોહલી પછી છે. કેએલ રાહુલે મુંબઈ સામે માત્ર 20 ઈનિંગ્સમાં 976 રન બનાવ્યા છે. તે IPLના ઈતિહાસમાં મુંબઈ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. કોહલીએ MI સામે 34 IPL ઈનિંગ્સમાં 922 રન બનાવ્યા છે. કોહલીને મુંબઈ સામે IPLમાં 1,000 રનનો આંકડો પાર કરવા માટે વધુ 78 રનની જરૂર છે.

વાનખેડે ખાતે પ્રદર્શન

કોહલીએ વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ સામે 12 ઈનિંગ્સમાં 401 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેની સએવરેજ 45.55 રહી છે. આ મેદાન પર કોહલીએ પોતાની IPL કારકિર્દીમાં 45.78ની એવરેજથી 641 રન બનાવ્યા છે. જો કોહલી આજની મેચમાં 1,000 રનનો આંકડો પાર કરે છે, તો MI IPLમાં પાંચમી ટીમ હશે જેની સામે તેણે આ સિદ્ધિ મેળવી હશે. તેણે અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ (1174), દિલ્હી કેપિટલ્સ (1130), પંજાબ કિંગ્સ (1159) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (1021) સામે 1,000 કે તેથી વધુ રન બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો