Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : MI vs RCB head to head record in IPL

VIDEO: MI vs RCB / મુંબઈ કે બેંગલુરુ કોનું પલડું ભારે છે? જાણો કેવો છે બંનેનો હેડ ટુ હેડ રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPLની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો કરશે. બંને ટીમો આ સિઝનમાં ત્રણ-ત્રણ મેચ રમી છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સે બે હાર અને એકમાં જીત મેળવી છે. RCB એ તેની ત્રણ મેચમાંથી બે મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કર્યો છે. બંને ટીમોએ પોતાની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી અને બંનેને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી, આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બંને માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

App Store

અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે છે

પાંચ વખત IPL ટ્રોફી જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સનું અત્યાર સુધી RCB સામે પલડું ભારે છે. IPLમાં બંને ટીમો વચ્ચે કુલ 34 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 19 મેચ જીતી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 15 મેચ જીતી છે. છેલ્લા કેટલીક IPL સિઝનમાં, બંને ટીમો એકબીજા સામે નજીકની સ્પર્ધામાં ટકરાઈ છે, જેમાં RCB છેલ્લી પાંચ મેચમાંથી ત્રણ મેચ જીતી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે બે મેચ જીતી છે.

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો

મુંબઈ ઈન્ડિયન્સનો તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેનો રેકોર્ડ જોવામાં આવે તો તેમાં પણ મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો છે. મુંબઈ ઈન્ડિયન્સે આ સ્ટેડિયમમાં RCB સામે કુલ 11 મેચ રમી છે, જેમાંથી 7 મેચ જીતી છે, જ્યારે RCBએ 4 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચેની આ મેચમાં ફેન્સની નજર વિરાટ કોહલી અને રોહિત શર્માના પ્રદર્શન પર રહેશે.