Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi creates history in Under-19 World Cup

IND-U19 vs USA-U19 / મેદાનમાં પગ મૂકતા જ વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND-U19 vs USA-U19 / મેદાનમાં પગ મૂકતા જ વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
સોર્સ : GSTV

ICC અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ USA સામે રમાઈ રહી છે. ઓપનિંગ મેચ ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

App Store

આ મેચ માટે વૈભવ સૂર્યવંશીએ મેદાનમાં પગ મૂકતા જ ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેણે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વૈભવ અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વેમાં ઈતિહાસ રચ્યો

અંડર-19 વર્લ્ડ કપ 2026 ની ઓપનિંગ મેચમાં અમેરિકા સામે 14 વર્ષ અને 294 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વેની ધરતી પર ઈતિહાસ રચ્યો છે. મેદાનમાં ઉતરતા જ વૈભવ U19 વર્લ્ડ કપમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો. તેણે કેનેડાના નીતિશ કુમારનો રેકોર્ડ તોડ્યો છે, જે 2010ના U19 વર્લ્ડ કપમાં 15 વર્ષ અને 245 દિવસની ઉંમરે પોતાના દેશ માટે રમ્યો હતો.

વૈભવે તાજેતરમાં સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમ સામે ત્રણ મેચની ODI સિરીઝમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ સાઉથ આફ્રિકાને 3-0થી ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી હતી. આ સિરીઝમાં વૈભવે 68.66ની એવરેજ અને 187.27ના સ્ટ્રાઈક રેટથી 206 રન બનાવ્યા હતા. જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો.

કોહલીના રેકોર્ડ પર વૈભવની નજર

હવે વૈભવ સૂર્યવંશીની નજર ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીના મોટા રેકોર્ડ પર પણ છે. જો સૂર્યવંશી આજની મેચમાં 6 રન બનાવે છે, તો તે કોહલીને પાછળ છોડી દેશે. વૈભવ પાસે યૂથ ODIમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં કિંગ કોહલીને પાછળ છોડી દેવાની તક છે. 14 વર્ષના આ ખેલાડીએ અત્યાર સુધી 18 ઈનિંગ્સમાં 973 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ 25 ઈનિંગ્સમાં 978 રન બનાવ્યા છે.

U19 વર્લ્ડ કપ માટે બંને ટીમોની સ્કવોડ

ભારત: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ, હેનીલ પટેલ, ઉધવ મોહન, આરએસ અંબરીશ, મોહમ્મદ એનાન હરવંશ પંગાલિયા.

USA: ઉત્કર્ષ શ્રીવાસ્તવ (કેપ્ટન), અદનીત ઝામ્બ, શિવ શનિ, નીતિશ સુદિની, અદ્વૈત ક્રિષ્ના, સાહિર ભાટિયા, અર્જુન મહેશ, અમરિન્દર ગિલ, સબરીશ પ્રસાદ, અદિત કપ્પા, સાહિલ ગર્ગ, અમોઘ રેડ્ડી અરેપલ્લી, ઋત્વિક અપ્પીડી, રેયાન તાજ, રિષભ શિમ્પી.