મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

એક પછી એક સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી 103 દિવસ સુધી નહીં રમી શકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, આવું છે કારણ

વૈભવ સૂર્યવંશી માટે 2025નું વર્ષ ખૂબ જ શાનાદાર રહ્યું રહ્યું છે. તેણે IPLમાં

એક પછી એક સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી 103 દિવસ સુધી નહીં રમી શકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, આવું છે કારણ

વૈભવ સૂર્યવંશી માટે 2025નું વર્ષ ખૂબ જ શાનાદાર રહ્યું રહ્યું છે. તેણે IPLમાં ઐતિહાસિક સદી ફટકારી અને ત્યારબાદ તેણે અંડર-19 સ્તરે ધમાલ મચાવી. અંડર-19 એશિયા કપની પહેલી જ મેચમાં તેણે 171 રનની તોફાની ઈનિંગ રમી. એક પછી એક રેકોર્ડબ્રેક ઈનિંગ્સ રમવા છતાં, તે હજુ સુધી ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે નથી રમી શકતો. ચાલો તમને ICCના તે નિયમ વિશે જણાવીએ જે વૈભવને રોકી રહ્યો છે.

વૈભવ સૂર્યવંશીએ IPLમાં ગુજરાત ટાઈટન્સ સામે 35 બોલમાં સદી ફટકારી હતી, જે IPL ઈતિહાસમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી છે. ત્યારબાદ તેણે ભારતીય અંડર-19 ટીમ માટે ODI અને ટેસ્ટમાં સદી ફટકારી, અને પછી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સદી ફટકારી. અંડર-19 ટીમમાં વૈભવનું વિસ્ફોટક ફોર્મ જોવા મળી રહ્યું છે, પરંતુ BCCI હજુ પણ તેને રાષ્ટ્રીય ટીમમાં સામેલ નથી કરી શકતું. હકીકતમાં, તે ICCના નિયમોને કારણે નથી રમી શકતો.

ICCનો નિયમ શું છે?

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટેની લઘુત્તમ ઉંમર 15 વર્ષ છે, જે ICCનો નિયમ છે. આ નિયમ 2020માં લાગુ કરવામાં આવ્યો હતો. વૈભવ સૂર્યવંશી હાલમાં 14 વર્ષનો છે અને આવતા વર્ષે 27 માર્ચે 15 વર્ષનો થશે. જેમાં 103 દિવસ બાકી છે. આનો અર્થ એ કે વૈભવ હજુ પણ 103 દિવસ સુધી રાષ્ટ્રીય ટીમનો ભાગ નહીં બની શકે.

વૈભવ સૂર્યવંશીની કારકિર્દી

રાજસ્થાન રોયલ્સે છેલ્લા ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીને 1.10 કરોડ રૂપિયા ખરીદ્યો હતો. તેની ડેબ્યુ સિઝનમાં તેણે 7 મેચમાં 252 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 206.55 હતો. તેણે ટુર્નામેન્ટમાં કુલ 24 છગ્ગા ફટકાર્યા હતા.

IPL ઉપરાંત વૈભવ સૂર્યવંશીએ 8 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 90ના સ્ટ્રાઇક રેટ સાથે 207 રન બનાવ્યા. વૈભવનો હાઈએસ્ટ ફર્સ્ટ-ક્લાસ સ્કોર 93 રન છે. 6 લિસ્ટ A મેચોમાં તેણે 110ના સ્ટ્રાઇક રેટથી 132 રન બનાવ્યા છે. 18 T20 મેચોમાં વૈભવે કુલ 701 રન બનાવ્યા છે, જેમાં 3 સદીનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો