Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi became the unluckiest player in IPL history

VIDEO: IPLનો સૌથી અનલકી ખેલાડી બન્યો વૈભવ સૂર્યવંશી, લીગના ઈતિહાસમાં માત્ર બીજી વખત બન્યું આવું

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઈતિહાસમાં ભારતનો સૌથી કમનસીબ ખેલાડી હોય એવી ચર્ચા છે. પ્લેઓફના રોમાંચક મુકાબલા બાદ ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજોનો જવાબ તેને આ કમનસીબ ખેલાડી માનવામાં આવી રહ્યો છે. IPL 2026ની ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના આ યુવા ઓપનિંગ બેટ્સમેને ફરી એકવાર શાનદાર બેટિંગ કરી, પરંતુ સદીની સાવ નજીક પહોંચીને આઉટ થતાં જ આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું હતું. વૈભવ આ મેચમાં માત્ર 4 રન માટે પોતાની સદી ચૂક્યો હતો અને 96 રનના વ્યક્તિગત સ્કોર પર પવેલિયન પરત ફર્યો હતો.

App Store

રસપ્રદ વાત એ છે કે, આ બિલકુલ એ જ રીતે થયું જે રીતે તે આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં 97 રનના સ્કોર પર આઉટ થયો હતો. સતત બે મેચમાં સદીની આટલી નજીક આવીને આઉટ થવું એ કોઈપણ બેટ્સમેન માટે ઘણું પીડાદાયક હોય છે.

એક જ સિઝનમાં ત્રણ વાર 90s માં આઉટ થનાર પ્રથમ ભારતીય

વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં અદભુત ફોર્મમાં રહ્યો છે, પરંતુ કિસ્મત તેની સાથે સંતાકૂકડી રમી રહી છે. આ સિઝનમાં તે કુલ ત્રીજી વખત 90થી 99 રનની વચ્ચે આઉટ થઈને સદી ચૂક્યો છે. આ સાથે જ તે IPL ઈતિહાસમાં એક જ સિઝનમાં ત્રણ વખત 90sમાં આઉટ થનારા પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કોઈપણ ભારતીય ખેલાડી સાથે એક જ સિઝનમાં આટલી મોટી કમનસીબી નથી થઈ.

વૈભવ આ સિઝનમાં ક્યારે-ક્યારે સદી ચૂક્યો?

  • 93 રન - વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ (લીગ સ્ટેજ)
  • 97 રન - વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (એલિમિનેટર મેચ)
  • 96 રન - વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ (ક્વોલિફાયર-2 મેચ)

નોંધનીય છે કે આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તે 103 રનની એક શાનદાર સદી પણ ફટકારી ચૂક્યો છે.

શુભમન ગિલ સાથે કરી હોત બરાબરી

ઓનરેકોર્ડ વૈભવ સૂર્યવંશીના નામે IPLમાં બે સેન્ચુરી છે. જો આ ત્રણ સેન્ચુરી તેણે પૂરી કરી હોત તો તેના નામે પાંચ સેન્ચુરી થઈ ગઈ હોત. એનાથી તે શુભમન ગિલ અને સંજૂ સૈમસન જેવા સિનિયર ખેલાડીની બરાબરી કરી શક્યો હોત.

સૌથી વધુ IPL સેન્ચુરી

  • 9 - વિરાટ કોહલી
  • 7 - જોસ બટલર
  • 6 - ક્રિસ ગેલ
  • 6 - કેએલ રાહુલ
  • 5- સંજૂ સૈમસન
  • 5 - શુભમન ગિલ

ગ્લેન મેક્સવેલના રેકોર્ડની કરી બરાબરી

જો ઓલઓવર IPL ઈતિહાસની વાત કરીએ તો, વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલના એક અનોખા અને કમનસીબ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગ્લેન મેક્સવેલે વર્ષ 2014ની IPL સીઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી રમતા એક જ સિઝનમાં ત્રણ વખત 90sમાં આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે વૈભવ આ યાદીમાં જોડાનારો દુનિયાનો બીજો અને ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે.

કમનસીબી વચ્ચે પણ બનાવ્યા બે ઐતિહાસિક રેકોર્ડ

ભલે વૈભવ ત્રણ સદીઓ ચૂક્યો હોય, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગે આ સિઝનમાં ઘણા મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે.

પ્લેઓફમાં સૌથી વધુ સિક્સનો નવો કીર્તિમાન

વૈભવ સૂર્યવંશીએ IPLની એક જ એડિશનના પ્લેઓફ મુકાબલામાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ વર્ષે પ્લેઓફની માત્ર બે જ મેચોમાં 19 છગ્ગા ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. આ પહેલા આ રેકોર્ડ રિદ્ધિમાન સાહા (2014) અને શુભમન ગિલ (2023) ના નામે હતો, જેમણે પ્લેઓફમાં 11-11 છગ્ગા માર્યા હતા.

સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય

આ સિઝનમાં રનનો પહાડ બનાવતા વૈભવ સૂર્યવંશીએ કુલ 776 રન ફટકાર્યા છે. આ સાથે જ તે IPLની કોઈ એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને અને ઓલઓવર વર્લ્ડ ક્રિકેટર્સમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

માત્ર 15 વર્ષની નાની ઉંમરે IPL જેવા વૈશ્વિક સ્ટેજ પર આવી ધમાકેદાર બેટિંગ કરીને વૈભવે સાબિત કરી દીધું છે કે તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. ભલે કિસ્મતે આ વખતે સાથ ન આપ્યો અને ત્રણ સદીઓ છૂટી ગઈ, પરંતુ તેણે કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ ચોક્કસપણે જીતી લીધા છે.