Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Update on Sanju Samson and KL Rahul trade rumors

IPL 2026 / મિની ઓક્શન પહેલા થશે મોટા ટ્રેડ, સંજુ સેમસન અને કેએલ રાહુલને મળશે નવી ટીમ? અહીં જાણો અપડેટ

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026 / મિની ઓક્શન પહેલા થશે મોટા ટ્રેડ, સંજુ સેમસન અને કેએલ રાહુલને મળશે નવી ટીમ? અહીં જાણો અપડેટ
સોર્સ : GSTV

આ વર્ષે IPL 2026ના મિની ઓક્શન પહેલા સંજુ સેમસન બીજી ટીમ સાથે ટ્રેડ થઈ શકે છે. એક અહેવાલ અનુસાર, રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) ટૂંક સમયમાં સંજુ સેમસનને લઈને ડીલ કરવા માટે તૈયાર છે. એ વાત લગભગ નક્કી છે કે સેમસન રાજસ્થાનની ટીમ છોડી રહ્યો છે, અને દિલ્હી કેપિટલ્સે તેનામાં રસ દર્શાવ્યો છે. જોકે, અહેવાલો સૂચવે છે કે દિલ્હી તેના કોઈપણ મુખ્ય ખેલાડીને ટ્રેડ નથી કરવા માંગતી. એક અહેવાલ એવો પણ છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) કેએલ રાહુલને તેની ટીમમાં લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.

App Store

સંજુ સેમસન ક્યાં જશે?

અહેવાલ મુજબ, રાજસ્થાન-દિલ્હી ટ્રેડમાં કેએલ રાહુલનું નામ લેવામાં આવ્યું હતું. જોકે, દિલ્હી એવા ખેલાડીને છોડવા તૈયાર નથી જે ગયા સિઝનમાં તેનો  ટોપ પરફોર્મર રહ્યો હતો. જ્યારે RR મેનેજમેન્ટને ટ્રિસ્ટન સ્ટબ્સ માટે સેમસનને ટ્રેડ કરવાનો વિચાર ગમ્યો છે, ત્યારે એવા અહેવાલ પણ છે કે રાજસ્થાનની ટીમ સંજુ સેમસનના બદલામાં સ્ટબ્સ અને બીજા ખેલાડી ઈચ્છે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી મેનેજમેન્ટને સેમસન માટે બે ખેલાડીઓને ટ્રેડ કરવાનો વિચાર ન ગમ્યો.

આ જ અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે રાજસ્થાન રોયલ્સે સેમસનના ટ્રેડ માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો. RR રવિન્દ્ર જાડેજા માટે સેમસનને ટ્રેડ કરવા માંગતું હતું.

KKRને કેએલ રાહુલમાં રસ છે

કોલકાતા નાઈટ રાઇડર્સને ટોપ-ઓર્ડર બેટ્સમેન અને કેપ્ટનની જરૂર છે, તેથી ટીમ કેએલ રાહુલને મેળવવા માટે જોરદાર પ્રયાસ કરી રહી છે. KKRના નવા હેડ કોચ અને કેએલ રાહુલ વચ્ચેની મિત્રતા કોઈથી છુપાયેલી નથી. મેનેજમેન્ટ પણ રાહુલને લાવવાના પક્ષમાં છે, પરંતુ પ્રશ્ન એ રહે છે કે તેના સ્થાને કયા ખેલાડીને બીજી ટીમમાં મોકલવો જોઈએ.

આન્દ્રે રસેલ એક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ દિલ્હી કેપિટલ્સ યુવા ખેલાડીઓમાં પોતાના સમય અને પૈસાનું રોકાણ કરવાનું પસંદ કરશે. KKR વરુણ ચક્રવર્તી અને રિંકુ સિંહ જેવા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરે તેવી શક્યતા નથી. તેઓ ગઈ સિઝનમાં એવરેજ પ્રદર્શન કરનારા વેંકટેશ અય્યરને ખરીદવામાં કોઈ રસ નથી દેખાડી રહ્યું.