મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મુખ્ય કોચ તરીકે આજે ગંભીરની પહેલી પ્રેસ કોન્ફરન્સ, નવા કોચિંગ સ્ટાફની જાહેરાત થવાની શક્યતા

ભારતીય ક્રિકેટ ટીમ હવે તેના આગામી મિશન માટે સંપૂર્ણ

મુખ્ય કોચ તરીકે આજે ગંભીરની પહેલી પ્રેસ કોન્ફરન્સ, નવા કોચિંગ સ્ટાફની જાહેરાત થવાની શક્યતા

ભારતીય ક્રિકેટ ટીમ હવે તેના આગામી મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર જણાય છે. આ મિશન શ્રીલંકાનો પ્રવાસ છે, જ્યાં ભારતીય ટીમે 3 મેચની T20 અને 3 મેચની ODI સીરિઝ રમવાની છે. નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આ પહેલી પ્રેસ કોન્ફરન્સ હશે. તેમજ આજે ગૌતમ ગંભીર મુખ્ય કોચ બન્યા બાદ પહેલીવાર મીડિયાની સામે દેખાશે. ગંભીરની પહેલી પ્રેસ કોન્ફરન્સ આજે યોજાશે. આ દરમિયાન BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ તેમની સાથે રહેશે. આ પ્રેસ કોન્ફરન્સ ગ્રાન્ડ હયાત BKC, મુંબઈ ખાતે યોજાશે.

આવો હોઈ શકે છે ગંભીરનો કોચિંગ સ્ટાફ

BCCI આ બેઠક દરમિયાન નવા કોચિંગ સ્ટાફની જાહેરાત પણ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રેયાન ટેન ડોશેટને સહાયક કોચ બનાવવામાં આવી શકે છે. આ બંને પ્રબળ દાવેદાર છે. જ્યારે ટી દિલીપ હાલ ફીલ્ડિંગ કોચ છે અને તેમને તે જ પદ પર જાળવી રાખવામાં આવી શકે છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર મોર્ને મોર્કેલ બોલિંગ કોચ તરીકે પ્રબળ દાવેદાર છે. તે શ્રીલંકા પ્રવાસ બાદ આ પદ સંભાળી શકે છે. જ્યારે સાઈરાજ બહુતુલેને શ્રીલંકા પ્રવાસ માટે બોલિંગ કોચ તરીકે મોકલવામાં આવશે. સાઈરાજ હાલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)નો સભ્ય છે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ

ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.

ભારતની ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.

ભારત-શ્રીલંકા સીરિઝનું શેડ્યૂલ

27 જુલાઈ - પહેલી T20, પલ્લેકેલ
28 જુલાઈ - બીજી T20, પલ્લેકેલ
30 જુલાઈ - ત્રીજી T20, પલ્લેકેલ
2 ઓગસ્ટ - પહેલી ODI, કોલંબો
4 ઓગસ્ટ - બીજી ODI, કોલંબો
7 ઓગસ્ટ - ત્રીજી ODI, કોલંબો

આ સમાચાર શેર કરો