મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અમેરિકામાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર આતંકી હુમલાનો ખતરો, ISISએ આપી ધમકી

ટી-20 વર્લ્ડકપ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચ પર આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ન્યૂયો

અમેરિકામાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર આતંકી હુમલાનો ખતરો, ISISએ આપી ધમકી

ટી-20 વર્લ્ડકપ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચ પર આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ન્યૂયોર્કમાં લૉન્ગ આઇલેન્ડમાં નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ 9 જૂને રમાશે. ભારત-પાકિસ્તાનની મેચને લઇને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે.

એક વીડિયોમાં આતંકી ગ્રુપ ઇસ્લામિક સ્ટેટે ધમકી આપી છે. વીડિયોમાં ડ્રોન હુમલાની ચેતવણી આપવામાં આવી છે. તે બાદ સુરક્ષા વ્યવસ્થા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે કહ્યુ કે  ન્યૂયોર્ક પોલીસે સુરક્ષા વધારવાના આદેશ આપ્યા છે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારવામાં આવશે. લોકો પર નજર રાખવામાં આવશે અને તપાસ પ્રક્રિયામાંથી લોકોએ પ્રસાર થવું પડશે.

ISISએ આપી હુમલાની ધમકી

દક્ષિણ અને મધ્ય એશિયામાં સક્રિય ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનની શાખા ISIS-ખોરાસાન દ્વારા ચેટ ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આ ધમકી આપવામાં આવી છે.

ન્યૂયોર્કના ગવર્નર હોચુલે કહ્યું કે આ સમયે કોઇ સુરક્ષાનો ખતરો નથી પરંતુ અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. એપ્રિલથી જ ધમકીઓ મળવાનું ચાલુ છે.

ઇસ્લામિક સ્ટેટડ આતંકવાદી સંગઠન ISISએ બ્રિટિશ ચેટ સાઇટ પર ક્રિકેટ સ્ટેડિયમની એક તસવીર પોસ્ટ કરી છે જેના ઉપર ડ્રોન ઉડી રહ્યાં છે. જેમાં ભારત-પાકિસ્તાન મેચની તારીખ 9/06/2024 લખેલી હતી. 

લોન વૂલ્ફ એટેકની ધમકી

એક રિપોર્ટ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચ માટે જ ISIS-Kએ ધમકી આપી છે. આ ગ્રુપે ધમકી આપતો વીડિયો શેર કરતા હુમલાખોરોને ભારત-પાકિસ્તાન મુકાબલા પર 'લોન વૂલ્ફ' એટેક કરવા કહ્યું છે. જે બાદ નાસો કાઉન્ટીનું પોલીસ તંત્ર સાવચેત બની ગયું છે. નાસો કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરના હવાલાથી કહેવામાં આવ્યું કે જ્યારે આવી ઇવેન્ટ હોય અને આટલો મોટો ક્રાઉડ હોય તો દરેક રીતના ખતરાને ગંભીરતાથી લેવામાં આવે છે. કમિશનરે સાથે જ જણાવ્યું કે શરૂઆતમાં આ ધમકી વિશ્વભરની અલગ અલગ ઇવેન્ટને લઇને હતી પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર કેન્દ્રિત બની ગઇ છે.

9 જૂને રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

જે સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે તેની ક્ષમતા 30000 દર્શકોની છે. 1 જૂને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક વોર્મઅપ મેચ સાથે તેની શરૂઆત થશે. 3 જૂનથી ટૂર્નામેન્ટની મેચ રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પણ મુકાબલો રમાશે.

આ સમાચાર શેર કરો