માત્ર 7 રનમાં જ પવેલિયન પરત ફરી આખી ટીમ, T20Iના ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ
ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા સબ રિજનલ ક્વોલિફાયર C 2024માં નાઈજીરિયા અને આઈવરી કોસ્ટ વચ્ચે મેચ રમાઈ હતી. આ મ

ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા સબ રિજનલ ક્વોલિફાયર C 2024માં નાઈજીરિયા અને આઈવરી કોસ્ટ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં, T20Iના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે, જ્યારે કોઈ ટીમ ટાર્ગેટ ચેઝ કરતી વખતે માત્ર 7 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હોય. આ શરમજનક રેકોર્ડ હવે આઈવરી કોસ્ટની ટીમના નામે નોંધાઈ ગયો છે.
7 રનમાં જ સમેટાઈ આઈવરી કોસ્ટની ટીમ
આ મેચ જીતવા માટે નાઈજીરિયાએ આઈવરી કોસ્ટને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ચેઝ કરતા આઈવરી કોસ્ટની ટીમ 7.3 ઓવરમાં માત્ર 7 રનમાં જ સમેટાઈ હતી. આ મેચમાં આઈવરી કોસ્ટના સાત બેટર પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. આ સિવાય ત્રણ બેટરએ 1-1-1 રન અને એક બેટરએ 4 રન બનાવ્યા હતા. નાઈજીરિયાના બે બોલરોએ 3-3 અને એક બોલરે 2 વિકેટ ઝડપી હતી.
નાઈજીરિયાએ બનાવ્યા 271 રન
આ મેચમાં નાઈજીરિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. જેમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. જેમાં નાઈજીરિયાના સેલિમ સલાઉએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. સેલિમ સલાઉએ આ ઈનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. નાઈજીરિયાએ આ મેચ 264 રનથી જીતી લીધી હતી.






