Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This player replaces injured Pratika Rawal for Women's World Cup 2025

Women's World Cup 2025 / ભારતીય ટીમને મળ્યું પ્રતિકા રાવલનું રિપ્લેસમેન્ટ, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Women's World Cup 2025 / ભારતીય ટીમને મળ્યું પ્રતિકા રાવલનું રિપ્લેસમેન્ટ, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
સોર્સ : GSTV

વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માં બાંગ્લાદેશ સામેની ગ્રુપ સ્ટેજ મેચમાં ઈજાગ્રસ્ત થયેલી પ્રતિકા રાવલના સ્થાને શેફાલી વર્માનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રતિકા રાવલ પગની ઘૂંટી અને એડીની ઈજાને કારણે તે ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માંથી બહાર થઈ ગઈ છે.

App Store

પ્રતિકા રાવલના સ્થાને 21 વર્ષીય શેફાલી વર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે અને શેફાલી વર્માના સમાવેશથી ટીમનું મનોબળ વધ્યું છે. નોંધનીય છે કે શેફાલીને અગાઉ મુખ્ય અને રિઝર્વ ટીમમાં સામેલ નહતી કરવામાં આવી.

પ્રતિકા કેવી રીતે ઘાયલ થઈ હતી?

વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં બાંગ્લાદેશની ઈનિંગની 21મી ઓવરમાં, ડીપ મિડવિકેટ પર બાઉન્ડ્રી રોકવાનો પ્રયાસ કરતી વખતે પ્રતિકાની એડી મચકોડાઈ ગઈ હતી. આ પછી સપોર્ટ સ્ટાફના સભ્યો તેને મેદાનની બહાર લઈ ગયા હતા.

સ્કેનથી જાણવા મળ્યું કે 25 વર્ષીય પ્રતિકા રાવલ સમયસર ફિટ નહીં થાય, જેના કારણે તે બાકીના વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ. પ્રતિકાની ગેરહાજરી ભારત માટે એક મોટો ઝટકો છે. તે ટીમમાટે સતત સારું પ્રદર્શન કરનાર બેટ્સમેનોમાંની એક હતી. તેણે 6 ઈનિંગ્સમાં 51.33ની એવરેજથી 308 રન બનાવ્યા, જેમાં ન્યુઝીલેન્ડ સામેની સદીનો પણ સમાવેશ થાય છે.

શેફાલીની વાપસી

શેફાલીની વાપસીથી ખાતરી થશે કે ભારતના ટોપ-ઓર્ડરમાં ફાયરપાવરનો અભાવ નથી. યુવા ઓપનરે ડોમેસ્ટિક અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ બંનેમાં સારું પ્રદર્શન કર્યું. શેફાલીએ હરિયાણા માટે ODI ફોર્મેટમાં 75.28ની એવરેજથી 527 રન બનાવ્યા છે. તેણે WPL 2025માં દિલ્હી કેપિટલ્સ માટે 304 રન પણ બનાવ્યા હતા.

જોકે શેફાલી વર્માએ ઓક્ટોબર 2024થી ODI મેચ નથી રમી, પરંતુ તેણે ન્યુઝીલેન્ડ-A અને ઓસ્ટ્રેલિયા-A સામે ઈન્ડિયા-A માટે સારું પ્રદર્શન કર્યું હતું. આ તેની તૈયારી દર્શાવે છે. પ્રતિકાના બહાર થયા બાદ, ભારતીય ટીમ અમનજોત કૌર અથવા હરલીન દેઓલને ઓપનર તરીકે અજમાવી શકે છે.

ભારતની કસોટી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઈનલ 30 ઓક્ટોબરે રમાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે આ ખરી કસોટી હશે. ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવવા અને ફાઈનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.