Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shreyas Iyer injury update moved out ICU

હોસ્પિટલમાં દાખલ શ્રેયસ અય્યરના સ્વાસ્થ્ય અંગે મોટું અપડેટ, ICUમાંથી બહાર આવી ગયો ભારતીય ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 28 Oct 2025
લાઇવ ટીવીGoogle News
હોસ્પિટલમાં દાખલ શ્રેયસ અય્યરના સ્વાસ્થ્ય અંગે મોટું અપડેટ, ICUમાંથી બહાર આવી ગયો ભારતીય ખેલાડી
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODIમાં કેચ લેતી વખતે શ્રેયસ અય્યર ઘાયલ થયો હતો. તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો અને 27 ઓક્ટોબર, 2025ના રોજ જાણવા મળ્યું હતું કે તેને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈંટરનલ બ્લીડિંગને કારણે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી અને તે ICUમાં હતો. આનાથી ભારતીય ફેન્સમાં ચિંતા વધી ગઈ હતી. હવે, અય્યરના સ્વાસ્થ્ય અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

App Store

શ્રેયસ અય્યરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. BCCI એ પણ એક અપડેટ આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના ડોકટર્સ અય્યરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તે સ્વસ્થ છે. હવે, એક અહેવાલમાં સામે આવ્યું છે કે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન હવે ICUમાંથી રબહાર આવી ગયો છે. અય્યરની સ્થિતિના સમાચારે મુખ્યત્વે અય્યરના ફેન્સને ચિંતામાં મૂક્યા હતા, પરંતુ હવે ગભરાવાની જરૂર નથી. ICUમાંથી બહાર આવવાનો અર્થ એ છે કે અય્યર ખતરામાંથી બહાર છે અને જલ્દી સ્વસ્થ થઈ જશે. BCCI અય્યરના માતા-પિતાને શક્ય તેટલી વહેલી તકે તેને મળવાની વ્યવસ્થા કરી રહ્યું છે.

અય્યર ક્યારે સ્વસ્થ થશે?

શ્રેયસ અય્યરની હાલત પહેલા કરતાં સારી છે, પરંતુ તેને હોસ્પિટલમાંથી રજા નથી આપવામાં આવી. તે થોડા વધુ દિવસો હોસ્પિટલમાં વિતાવશે, અને ડોકટર્સ તેની રિકવરી પર નજર રાખી રહ્યા છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં એક ODI સિરીઝ યોજાવાની છે. અય્યર તે સિરીઝમાં રમી શકે તેવી શક્યતા ઓછી છે. તેના એટલી જલ્દી સ્વસ્થ થવાની શક્યતા ઓછી છે. જોકે, ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે જાન્યુઆરીમાં ત્રણ ODIની સિરીઝ રમાવાની છે, અને અય્યર ત્યાં સુધીમાં મેદાનમાં પાછો ફરી શકે છે.