Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ranji Trophy: Prithvi Shaw makes comeback, scores second fastest double century

રણજી ટ્રોફી: પૃથ્વી શૉનું કમબેક, તેણે બીજી સૌથી ઝડપી બેવડી સદી ફટકારી

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
રણજી ટ્રોફી: પૃથ્વી શૉનું કમબેક, તેણે બીજી સૌથી ઝડપી બેવડી સદી ફટકારી
સોર્સ : GSTV

રણજી ટ્રોફી 2025-26માં મહારાષ્ટ્રની ટીમ પોતાની બીજી મેચ ચંદીગઢ સામે રમી રહી છે. ચંદીગઢના સેક્ટર-16માં રમાઈ રહેલી આ એલીટ ગ્રૂપ-બીની મેચમાં મહારાષ્ટ્રના બેટર્સે ધુઆંધાર બેટિંગ કરી ચંદીગઢને હંફાવી દીધા. જેમાં મહારાષ્ટ્રના બેટર પૃથ્વી શૉએ આકર્ષણ જમાવ્યું હતુ. પૃથ્વી શૉએ માત્ર 156 બોલમાં 222 રન ફટકારી બોલર્સને હંફાવ્યા હતા.

App Store

પૃથ્વી શૉની બીજી સૌથી ઝડપી બેવડી સદી

પૃથ્વી શૉની ધુઆંધાર બેટિંગથી ચંદીગઢની ટીમ ચોંકી ગઈ હતી. શૉએ 29 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારી 222 રન ફટકાર્યા હતા. તેણે માત્ર 141 બોલમાં જ બે સદી ફટકારી રેકોર્ડ સર્જ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં એલિટ ગ્રૂપમાં અત્યારસુધી બીજી સૌથી ઝડપી બેવડી સદી બની હતી. અગાઉ રવિ શાસ્ત્રીએ 1984-85માં માત્ર 123 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

પૃથ્વીના ફર્સ્ટ ક્લાસ કરિયરની આ 14મી સદી

પૃથ્વી શૉની તોફાની બેટિંગના જોર પર મહારાષ્ટ્રે પોતાના બીજા દાંવમાં ત્રણ વિકેટમાં 359 રન ફટકાર્યા હતા. જેમાં 222 રન તો માત્ર પૃથ્વીના જ હતાં. પૃથ્વી શૉની આ ઈનિંગ્સમાં સ્ટ્રાઈક રેટ 142.30નો રહ્યો છે. પૃથ્વીના ફર્સ્ટ ક્લાસ કરિયરની આ 14મી સદી રહી. મહારાષ્ટ્રે આ મુકાબલામાં પોતાની પ્રથમ ઈનિંગમાં 319 રન બનાવ્યા  હતાં. ચંદીગઢ પોતાની પ્રથમ ઈનિંગમાં 203 રનમાં સમેટાઈ ગઈ. ચંદીગઢ સામે જીત માટે 464 રનનો ટાર્ગેટ છે.

25 વર્ષીય શૉ પાછલી સીઝન સુધી મુંબઈનો ભાગ રહ્યો હતો. આ સીઝનમાં તે મહારાષ્ટ્રની ટીમમાંથી રમી રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં તે ઝીરો રન પર આઉટ થયો હતો, બાદમાં બીજી ઈનિંગાં 75 રન ફટકાર્યા હતા. તેણે ટીમ ઈન્ડિયા તરફથી પાંચ ટેસ્ટ, 6 વનડે અને 1 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 35.20ની એવરેજમાં 528 રન ફટકાર્યા છે.